Book Title: Jain Shwetambar Tirth Shree Antariksh Parshwanath
Author(s): Jambuvijay
Publisher: Sumtilal Ratanchand Patni

View full book text
Previous | Next

Page 33
________________ [૨૦]. શ્રી અંતરિક્ષ પછી સાત દિવસના જન્મેલા વાછરડા રથને જોડીને તું આગળ ચાલજે અને રથ તારી પાછળ ચાલ્યા આવશે. તારી જ્યાં આ પ્રતિમા લઈ જવાની ઈચ્છા હોય ત્યાં લઈ જજે પણ પાછું વાળીને જોઈશ નહીં, જે જોઈશ તે પ્રતિમા નહીં આવે. આ પંચમ કાલ હવાથી અદશ્યપણે મૂર્તિમાં અધિષ્ઠિત રહીને આ પ્રતિમાની ઉપાસના કરનારના મનોરથ હું પૂર્ણ કરીશ.” આ પ્રમાણે કહીને નાગરાજ ધરણેન્દ્ર ચાલ્યા ગયા પછી સવારમાં રાજાએ ધરણેન્દ્રના કહ્યા પ્રમાણે બધું કર્યું. કૂવામાંથી પ્રતિમા બહાર કાઢીને રાજાએ નાલના રથમાં મૂકી અને બે વાછરડા રથને જોડીને રાજા આગળ ચાલવા લાગ્યા. કેટલેક દૂર ગયા પછી રાજાના મનમાં શંકા ઉત્પન્ન થઈ કે “રથને અવાજ સંભળાતું નથી, તે શું ભગવાન નથી આવતા?” આમ શંકાથી રાજાએ પાછું વાળીને જોયું તેથી તરત જ રથ મતિ નીચેથી આગળ નીકળી ગયા અને મૂર્તિ આકાશમાં સ્થિર થઈ ગઈ. ત્યાં વડના ઝાડ (આ ઝાડ હાલ બગીચામાં છે ) નીચે સાત હાથ ઊંચે આકાશમાં અદ્ધર રહેલી ભગવાનની પ્રતિમા જોઈને લોકો અંતરિક્ષપાર્શ્વનાથ” કહેવા લાગ્યા. રસ્તામાં જ પ્રતિમાજી સ્થિર થઈ જવાને લીધે ખિન્ન થયેલા રાજાએ ફરીથી ધરણંદ્રની આરાધના કરી. ધરણે કહ્યું કે આ પ્રતિમા અહીં જ રહેશે તેથી રાજાએ ત્યાં જ એક લાખ મુદ્રા (સિક) બચીને રંગમંડપથી સુશોભિત વિશાલ ચૈત્ય કરાવ્યું (આ મંદિર પનવીના નામે હાલમાં છે.) સંપૂર્ણ થયેલા મંદિરને જોઈને રાજાએ વિચાર કર્યો કે અહે! આ મંદિરથી મારું નામ કાયમ થઈ જશે-ચિરકાળ સુધી ચાલશે. રાજાના મનમાં આ જાતનું અભિમાન ઉત્પન્ન થવાથી રાજાએ મંદિરમાં પધરાવવા માટે પ્રતિમાજીને પ્રાર્થના કરી તે પણ પ્રતિમાજી

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104