Book Title: Jain Shwetambar Tirth Shree Antariksh Parshwanath
Author(s): Jambuvijay
Publisher: Sumtilal Ratanchand Patni

View full book text
Previous | Next

Page 36
________________ -- - - - પાશ્વનાથ [૨૩] ( શ્રી ભાવવિજયજી ગણી શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તેત્રમાં જણાવે છે કે-) આ પ્રમાણે પદ્માવતી દેવીની રાત્રે વાણું સાંભળીને એ ગુરુભાઈ તથા શ્રાવકોને બધી હકીકત કહી. પછી ત્યાંથી શ્રાવકનો સંધ સાથે લઈને અમે વિહાર કરતા અનુક્રમે શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનની છત્રછાયામાં દર્શનાર્થે પહોંચી ગયા. સંઘમાં આવેલા બધા યાત્રાળુઓને શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ પ્રભુજીના દર્શન થયાં, પરંતુ મંદભાગીઓમાં શિરોમણિ એવા મને (આંખો ચાલી ગઈ હોવાથી) ભગવાનનું દર્શન ન થયું. આથી ખિન્ન થયેલા મેં અન્ન-પાનને ત્યાગ કરીને પ્રભુજીના દશનની ઉત્સુકતાથી વિવિધ પ્રકારની સ્તુતિથી શ્રી અંતરિક્ષપાર્શ્વનાથ ભગવાનની (નીચે મુજબ) સ્તુતિ કરવા માંડી. હે જિનેન્દ્ર ભગવાન! અપકારીઓ ઉપર પણ ઉપકાર કરનાર, કલિયુગમાં જાગતા દેવ તથા વાંછિત ફળને આપનાર એવા આપને નમસ્કાર છે. હે નાથ ! આપે સ્વાર્થ વિના પણ નાગને (અગ્નિમાંથી બળ ઉગારીને) નાગરાજ (ધરણેન્દ્ર) કર્યો છે. અને અતિનિષ્ફર તથા વર ધરાવનાર કમઠને પણ સમક્તિ આપ્યું છે. કરુણારસના ભંડાર હે સ્વામી! આપની ચિરકાલ સુધી સેવા કરનાર આષાઢભૂતિક શ્રાવકને આપે મોક્ષ આપે છે. ભક્તિથી આલિંગન કરતા હાથીને તમે સ્વર્ગમાં પહોંચાડ્યો છે, અને તેથી “કલિફંડ ૨ નામે તમે જગતમાં પ્રસિદ્ધ થયા છે. નવાંગીવૃત્તિકાર શ્રી અભય. દેવસૂરિને કેઢ રોગ હરીને તમે તેમનું સુવર્ણ જેવી કાંતિવાળું શરીર કર્યું છે. પાલનપુરનગરના રાજા પરમારવંશીય પાલણે આપના ચરણકમલની સેવાથી ગયેલું રાજ્ય પાછું મેળવ્યું હતું. ઉદ્દેશી શેઠને ઘેર આપે ઘીની વૃદ્ધિ કરી તેથી હે નાથ! આપ પદ્યુતકલો(લે)લ” નામથી જગતમાં પ્રસિદ્ધ થયા છે. ફલની વૃદ્ધિ કરવાથી આપ ફલવૃદ્ધિ નામથી પૃથ્વીતલ ઉપર પ્રસિદ્ધ

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104