Book Title: Jain Shwetambar Tirth Shree Antariksh Parshwanath
Author(s): Jambuvijay
Publisher: Sumtilal Ratanchand Patni

View full book text
Previous | Next

Page 64
________________ પાર્શ્વનાથ [ ૪૯ ] આ ચૂકાદાથી શ્વેતાંબર અને દિગંબર અને નારાજ થયા. કોઇને પણ સર્વાધિકાર મળ્યા નહીં. શ્વેતાંખરાને વહીવટ કરવાના પણ સંપૂર્ણ અને અબાધિત અધિકાર ન મળ્યું. લેપ કરવાને અને લેપમાં કચ્છેટ તથા કંદોરાની આકૃતિ કાઢવાના અધિકાર શ્વેતાંબરને અવશ્ય મળ્યો, પણ કોર્ટના હુકમ એટલે બધા અસ્પષ્ટ હતા કે કચ્છેટ અને કદારા વગેરેના આકાર કેટલે માટે કાઢવા એને સ્પષ્ટ ખુલાસા તેમાંથી મળતા ન હતા. * આથી મધ્યપ્રાંતના જયુડીશિઅલ કમીશ્નરની નાગપુરની કા'માં સને ૧૯૧૮ ના જુલાઇની ૧૫ મી તારીખે શ્વેતાંબરીએ અપીલ દાખલ કરી. ગિશ તરફથી પણ શ્વેતાંખરા સામે અપીલ (Cross-appeal) દાખલ કરવામાં આવી. આ અપીલને ચૂકાદા સને ૧૯૨૩ ના એકટોબરની ૧ લી તારીખે આવ્યે. ન્યાયાધીશ પી. એસ. કેાટવાલ તથા એફ. ડબલ્યુ. એ. પ્રીડા (Prideaux)–ખંનેએ મળીને આપેલા ૧૬ પાનાં જેટલા વિસ્તૃત ચૂકાદાના અંતમાં બધા પુરાવાની ફેરતપાસ કરીને જણાવ્યું કે k આ કેસમાં મુખ્ય પ્રશ્ન સ`પૂર્ણ માલીકીના નહીં પણ સંપૂર્ણ વહીવટના છે, તેથી શ્વેતાંબરાને વહીવટને જો સંપૂર્ણ અધિકાર આપવામાં આવે તે તેમને સતાષ થશે. લેપમાં કઠેરા અને કોટ વગેરેને આકાર કેવા કાઢવા એની નિશ્ચિત સૂચના આપવાની અમને જરૂર જણાતી નથી. ” મ ંદિર અને મૂર્તિ તા શ્વેતાંબરી જ કબૂલ રાખવામાં આવ્યા. કોર્ટનું હુકમનામુ નીચે પ્રમાણે છે. (અ) ‘શ્વેતાંબરાને મ ંદિર તથા મૂર્તિના વહીવટને સ ́પૂર્ણ અધિકાર આપવામાં આવે છે. કટિસૂત્રકોટ તથા લેપ કરવાના શ્વેતાંબરાને સંપૂર્ણ અધિકાર છે. તેમની પદ્ધતિ પ્રમાણે ચક્ષુ-ટીકામુગટ અને અન્ય આભૂષણા ચડાવવાના પણ તેમને અધિકાર છે.

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104