Book Title: Jain Shwetambar Tirth Shree Antariksh Parshwanath
Author(s): Jambuvijay
Publisher: Sumtilal Ratanchand Patni

Previous | Next

Page 98
________________ પાશ્વના થ [૮૩] અને ત્યાં ઔરંગાબાદથી આવેલા શ્રાવકેએ તેમને હાથે પ્રતિષ્ઠા કરાવી હોય. આ ધાતુનાં પ્રતિમાજી શિરપુરથી (અંતરિક્ષજીથી) અહીં જલગાંવમાં શી રીતે અને કયારે આવ્યા તે કંઈ કહી શકાતું નથી, કેમકે સામાન્ય રીતે ધાતુની મૂર્તિઓ “ચલ”હેવાથી એક સ્થાનેથી બીજે સ્થાને ગમે ત્યારે લઈ જવામાં આવે છે. આજે તાંબર-દિગંબરનો ઝઘડે ઉપસ્થિત થયે ત્યારથી પ્રત્યેક વખતે હવેતાંબરે એકાદ મૂતિ પણ અંતરિક્ષજીને દેરાસરમાં પધરાવે તે સામે દિગંબરે વાંધો ઉઠાવતા આવ્યા છે. અને આજથી ચાલીશ વર્ષ પહેલાં પૂજ્યપાદશ્રી સાગરાનંદસુરીશ્વરજી મહારાજ સંઘ લઈને ત્યાં પધાર્યા હતા ત્યારે ત્યાં સંઘ રેકાય તેટલા થોડા દિવસ પૂરતી જ સંઘમાં સાથે લાવેલ મૂર્તિને પધરાવવા સામે પણ દિગંબરેએ સખ્ત વધે ઉઠાવ્યું હતો અને ઘણું મોટું તોફાન મચાવ્યું હતું અને છેવટે બધે તેફાની મામલે કોર્ટ સુધી પહેર્યો હતે; પણ ઉપરના લેખનાં લખાણથી સ્પષ્ટ જોઈ શકાય છે કે વેતાંબરેને એ તીર્થ ઉપર અબાધિત અધિકાર હતા અને ત્યાં બીજા પ્રતિમાજી પણ ઈચ્છાનુસાર પધરાવવામાં આવતા હતા. આ દષ્ટિએ જોતાં આ લેખ અંતરિક્ષજી તીર્થના સંબંધમાં ઘણું મહત્ત્વને અને ઉપયોગી છે. सं २००७ फाल्गुन वद ८) श्रीऋषमजिन जन्मदीक्षाकल्याणक . ( પૂર્વ સાનદેશ ) मुनिराजश्री भुवनविजयान्तेवासी - मुनि जम्बूविजय

Loading...

Page Navigation
1 ... 96 97 98 99 100 101 102 103 104