Book Title: Jain Shwetambar Tirth Shree Antariksh Parshwanath Author(s): Jambuvijay Publisher: Sumtilal Ratanchand PatniPage 89
________________ [ ૭૪] શ્રી અંતરિક્ષ ઉલ્લેખ છે. યશોવિત્ર ગ્રંથમાલા પ્રકાશિત પ્રાચીનતીર્થમાલાસંગ્રહ(ભાગ ૧ પૃ. ૯૮, ૧૧૪, ૧૫૧, ૧૬૯, ૧૯૮)માં પણ જુદા જુદા મુનિરાજેએ આ તીર્થની યાત્રા કર્યાનો ઉલ્લેખ છે. ન્યાયવિશારદ વાચકવર ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા પણ અહિં પધાર્યા હતા અને તેમણે સ્તુતિમાં બે સ્તવન બનાવ્યાં છે. ઐતિહાસિક માહિતી આપતા સંસ્કૃત-પ્રાકૃત ઉલ્લેખનું ગુજરાતી ભાષાંતર તે અગાઉ આપવામાં આવ્યું છે. તેના મૂળ સંસ્કૃત-પ્રાકૃત ભાગે ઘણું લાંબા લાંબા હેવાથી તેમજ સંસ્કૃતપ્રાકૃતભાષાને લીધે ઘણાખરા વાંચકોને પણ કંટાળો આવે તેથી અહીં આપવામાં આવતા નથી. વિશેષ જિજ્ઞાસુઓએ તે તે સંસ્કૃતપ્રાકૃત ગ્રંથે જોઈ લેવા. ગ્રંથનાં નામ, પ્રકાશનસ્થાન, પૃષાંક વિગેરે તે તે સ્થળે જણાવ્યાં જ છે.' કવિશ્રી લાવણ્યસમયજી સં. ૧૫૮૫ માં એક અંતરિક્ષનો છંદ બનાવ્યો છે. આ છંદ ભાવનગરનિવાસી શ્રી સ્વ. કુંવરજીભાઈ આણંદજી ભાઈ તરફથી પ્રકાશિત થયેલા પ્રાચીન સ્તવનાદિસંગ્રહમાં છપાયે છે, અને તે ૪૫ કઠીન છે, પરંતુ બાલાપુરમાંથી મળી આવેલાં હસ્તલિખિત પાનાંઓમાં ૫૪ કડીઓ છે. વળી હસ્તલિખિત સાથે સરખાવતાં પ્રા. સંવમાં છપાયેલ છંદની કડીઓમાં ઘણું અંતર દેખાય છે. એટલે આ છંદ પુન: છાપવા યોગ્ય સમજીને નીચે મુજબ આપવામાં આવે છે.– ૬. આ સિવાય મહિમાસાગર શિષ્યને આનંદવર્ધનકૃત અંતરિક્ષપાર્શ્વનાથ સ્તોત્ર (જૈનધર્મસિંધુ પૃ. ૫૩૭), વિનયપ્રભસૂરિક્ત તીર્થયાત્રાસ્તવન, સમયસુંદરકૃત (સં. ૧૬૮૬) તીર્થમાલા વિગેરે વિગેરે અનેક ગુજરાતી કાવ્યોમાં આ તીર્થને ઉલ્લેખ છે.Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104