Book Title: Jain Shwetambar Tirth Shree Antariksh Parshwanath
Author(s): Jambuvijay
Publisher: Sumtilal Ratanchand Patni

View full book text
Previous | Next

Page 90
________________ પાશ્વનાથ . પાશ્વનાથ [૭૧] • કવિ લાવણ્યસમયવિરચિત– શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ છંદ સરસ વચન દે સરસતિ માત, બેલિસ આદિ જિસિ વિખ્યાત; અંતરીક ત્રિભુવનને ધણી, પ્રતિમા પાસ જિનેસરતણું. ૧ લંકધણી જે રાવણ રાય, તેહતણે બનેવી કહેવાય; ખરદૂષણ નામે ભૂપાલ, અહિનિસિ ધર્મતણે પ્રતિપાલ. ૨ સદગુરુ વચન સદા મન ઘરે, વિણુ કાલ જિનપૂજા કરે; મન આખડી ધરી છે એમ, જિનપૂજા વિણ જમવા નેમ. ૩ એક વાર મન ઉલટ ધરી, ગજ રથ ઘેડા પાયક તુરી; ચડ્યો રવાડી સહુ સંચરે, સાથે દેહરાસર વિસરે. ૪ દેરાસરીયે ચિતે ઈસ્યું, વિન દેરાસર કરવું કિસ્યું? રાયતણે મન એ આખડી, જિનપૂજા વિણ નહીં સુખડી. ૫ પ્રતિમા વિણ લાગી ચટપટી, ચડ્યો દિવસ દસ બારહ ઘટી; કર્યા એકઠા વેલુ છાન, સા(મા)થે સાખી કીધે ભાણ. ૬. નહીં કેઈ . બીજી આસન, પ્રતિમા નિપાઈ પાસની; તે કરતાં નવિ લાગી વાર, થા મહામંત્ર નવકાર. ૭ પંચ પરમેષ્ઠિને કરે ધ્યાન, કરી પ્રતિષ્ઠા સહ પ્રધાન દેહરાસરીયે હરખું હસે, પ્રતિમા દેખી મન ઉલ્લશે. ૮ આ રાજા કરી અઘલ, બાવનાચંદન કેશર ઘેલ; પ્રતિમા પૂછ લાગે પાય, મન હરખે ખરદૂષણ રાય. ૯ એક વેલ ને બીજે છાણ, પ્રતિમાને આકાર પ્રમાણ; ધરમી રાજા ચિંતા કરે, રખે કેઈ આશાતના કરે. ૧૦

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104