Book Title: Jain Shwetambar Tirth Shree Antariksh Parshwanath
Author(s): Jambuvijay
Publisher: Sumtilal Ratanchand Patni

Previous | Next

Page 43
________________ [૩૦] શ્રી અંતરિક્ષ જ શી રીતે? વળી ત્રિશષ્ટિશલાકાપુરુષચરિત્ર વાંચતાં એમ પણ જણાય છે કે રાવણના જન્મ પહેલાં જ માલીનું મૃત્યુ થઈ ગયેલું હતું એટલે માલી-સુમાલિની વાત સંગત થતી નથી. જ્યારે પદ્માવતી દેવીએ પાતાળલંકાના સ્વામી અને રાવણના બનેવી તરીકે ખરદૂષણને કરેલે ઉલ્લેખ બરાબર મળી રહે છે. (જો કે ખર અને દૂષણ પરસ્પર બે ભાઈઓ હતા છતાં બંને ભાઈઓની જેડી હોવાને લીધે એકને માટે પણ ખરદૂષણ નામ વાપર્યું હવામાં વાંધો નથી.) ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રના ૭મા પર્વના ૨ જા સર્ગમાં જણાવ્યા પ્રમાણે રાવણે ખરેને પિતાની બહેન શૂર્પણખા (અપરનામ ચંદ્રણખા) પરણાવી હતી અને તેને પાતાળલંકા નગરીને રાજા બનાવ્યું હતું. ભૌગોલિક વર્ણને જોતાં જણાય છે કે પાતાળલંકા કિષ્કિન્ધાનગરીની પાસે (પ્રાયે ઉત્તરદિશામાં) હાલના મદ્રાસપ્રદેશમાં કેઈક સ્થળે હતી. રાવણની લંકાનગરીની જેમ સિંહલદ્વીપમાં પાતાળલંકા સમજવાની નથી. (જુએ ત્રિ. શ પુ પર્વ ૭, સર્ગ ૬.). પદ્માવતીના કથનમાં ખરદૂષણ જે વિગેલિ આવ્યાને ઉલ્લેખ છે તે ઇંગલિ ગામ અત્યારે પણ વિદ્યમાન છે અને તે વર્તમાનમાં લગભગ વિશ હજાર મનુષ્યની વસ્તીવાળું મેટું ગામ છે. એલચપુરના એલચ અપરનામ શ્રીપાળ નામના ચંદ્રવંશીય રાજાને જે ઉલ્લેખ છે તે પણ મળી રહે છે. એલચપુર શહેર ઉમરાવતીથી વાયવ્યકોણમાં ૩૦ માઇલ દૂર, તેમજ આકેલાથી ઈશાનકેશુમાં લગભગ ૫૦ માઈલે તથા અંતરિક્ષ-શિરપુરથી લગભગ ૯૫ માઈલે આવેલું છે. અત્યારે પણ આ લગભગ ચાલીશ હજાર મનુષ્યની વસ્તીવાળું શહેર છે. ઈતિહાસ એમ કહે છે કે એલિચપુર અંગ્રેજોના હાથમાં આવ્યું લગભગ ત્યાંસુધી સેંકડે વર્ષ સુધી સમગ્ર વરાડ દેશના પાટનગર તરીકે હતું. છેલ્લા હજાર વર્ષને વરાડને ઈતિહાસ એલિચપુરથી છૂટે પાડી શકાય તેમ

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104