Book Title: Jain Shwetambar Tirth Shree Antariksh Parshwanath Author(s): Jambuvijay Publisher: Sumtilal Ratanchand PatniPage 50
________________ પાશ્વનાથ [૩૫] જેને ઉપર ઉલ્લેખ કરવામાં આવ્યું છે તે ભેંયરું (માણિભદ્રજી વાળું) એટલું બધું નાનું છે કે મુશ્કેલીથી તેમાં દશ માણસે ઊભા રહી શકે. આ બંને નાનાં મોટાં મંદિર વસ્તુત: એક જ મંદિરનાં બે ભેંયરાં છે અને એક ભેંયરામાંથી બીજા ભેંયરામાં જઈ શકાય છે. ભાવવિજયજી ગણીએ નવા મંદિરમાં ભગવાનની પ્રતિષ્ઠા કરી ત્યારે ભગવાન એક આંગળ અદ્ધર જ રહ્યા આ વાત પણ બરાબર છે. અત્યારે ભગવાન એક આંગળ જેટલા બરાબર અદ્ધર છે જ. ભાવવિજ્યજી ગણિએ પૂર્વાભિમુખ ભગવાનની સ્થાપના કરી એ પણ બરાબર જ છે. અત્યારે પૂર્વાભિમુખ જ વિરાજે છે. ભાવવિજયજી ગણિએ તેમના ગુરુ વિજ્યદેવસૂરિના જે પગલાંની સ્થાપના કરી હતી તે પગલાં માણિભદ્રજીવાળા ભોંયરામાં અત્યારે પણ વિદ્યમાન છે જ. શ્રી ભાવવિજયજી ગણિને જેમની ઉપાસના-સ્તુતિ-ભક્તિ કરતાં ચાલી ગયેલી આંખે પણ પ્રાપ્ત થઈ તે શ્રી અંતરિક્ષપાર્શ્વનાથ ભગવાનને અપૂર્વ અને અદ્ભૂત મહિમા આજે પણ એટલે જ તેજસ્વી અને જાગતે છે. આ રીતે અનેકાનેક વાતે મળી રહેતી હોવાથી શ્રી ભાવવિજયજીગણિએ રચેલું સ્તુત્ર શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનના ઇતિહાસમાં અત્યંત મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ભાવવિજયજીએ ગુજરાતી ભાષામાં પણ ૫૦ કડીનું એક શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથસ્તોત્ર રચ્યું છે. આમાં ભગવાનની સ્તુતિ અને મહિમાનું વર્ણન છે. ઐતિહાસિક દષ્ટિએ વિશિષ્ટ કંઇ સેંધવા જેવું નથી.Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104