Book Title: Jain Shwetambar Tirth Shree Antariksh Parshwanath
Author(s): Jambuvijay
Publisher: Sumtilal Ratanchand Patni

Previous | Next

Page 54
________________ પાશ્વનાથ [૩૯] ત્યારે આ મૂર્તિને ચમત્કાર તથા પ્રભાવ કેટલે બધે વિખ્યાત હશે એની કલ્પના સ્વયં જ કરી લેવા જેવી છે. એક નાનું તણખલું પણ અદ્ધર રહી શકતું નથી, ત્યારે ફણું સુધી ૪૨ ઇંચ ઊંચી મૂર્તિ બીલકુલ અદ્ધર રહે એ ભલભલાને પણ નવાઈ ઉપજાવે એમાં શું આશ્ચર્ય છે? અર્ધ પદ્માસનાવસ્થ મૂર્તિ આ પુસ્તકના પ્રથમ ભાગમાં છપાયેલા શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનના ફેટામાં વાચકોએ જોયું જ હશે કે આ મૂર્તિ અર્ધ પદ્માસનાવસ્થ છે ડાબા પગ ઉપર જમણો પગ છે. આવી અર્ધ પાસનાવસ્થ મૂર્તિ ડભેઈમાં શ્રી લઢણ પાર્શ્વનાથ ભગવાનની તથા ભાદક (જિલ્લા ચાંદા, તાલુકા-વરેરા, મધ્યપ્રદેશ) તીર્થમાં વિરાજમાન પાર્શ્વનાથ ભગવાનની (ઊંચાઈ મસ્તક સુધી ૫૦ ઈંચ, ફણે સુધી ૬૦ ઇંચ) અમારા જેવામાં આવી છે. કુપાક તીર્થમાં પણ અર્ધપવાસનાવસ્થ મૂર્તિઓ વિરાજે છે. વાળની પ્રતિમા એક વાત ધ્યાનમાં રહે કે આ પ્રતિમા વાળુની કિંવા છાણવાળની બનાવેલી છે, એ વાત આપણે પરંપરાથી તે ચાલી આવે છે જ. અને તેથી વેતાંબરે અવારનવાર લેપ પણ કરાવે છે. પરંતુ આ તીર્થના વહીવટ અને માલિકીના દિગંબર–વેતાંબર વચ્ચે ચાલેલા ઝઘડા વખતે દિગંબરોએ કેર્ટમાં એ જાતની રજુઆત કરી હતી કે આ મૂર્તિ પાષાણની જ છે. ત્યારે આકેલા કેર્ટમાં કેસનો ચુકાદો આપનાર એડિશનલ જજ શ્રી આર. વી. પરાજપએ (તારીખ ૧૮-૩-૧૯૧૭) અંતરીક્ષજી જઈને જાતે તપાસ કરી હતી. તેમણે પણ ત્યાં લેપ ઉખડી ગયે હતું તે ભાગ ઉપર હાથે તેમજ નખ ફેરવતાં રેતી ખરવાથી આ મૂર્તિ રેતી. મિશ્રિત વસ્તુની બનેલી છે એ જ અભિપ્રાય આપે છે. જો

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104