Book Title: Jain Shwetambar Tirth Shree Antariksh Parshwanath Author(s): Jambuvijay Publisher: Sumtilal Ratanchand PatniPage 51
________________ [૩૬] શ્રી અંતરિક્ષ તીર્થમાલા આ પછી શ્રીશિવવિજયજીના શિષ્ય મુનિ શ્રી શીલવિજયજીએ સં. ૧૭૪૬ માં રચેલી તીર્થમાળાનું સ્થાન આવે છે. આ મુનિરાજે પૂર્વ, પશ્ચિમ ઉત્તર તથા દક્ષિણ એમ ચારે દિશાઓમાં ખૂબ ખૂબ દૂર સુધી વિહાર કરીને તીર્થમાળા બનાવી છે. સં. ૧૭૨૧ થી ૧૭૩૮ સુધી દક્ષિણ દેશમાં વિચારીને તીર્થયાત્રા કર્યાનું તેઓએ લખ્યું છે. તેઓ નર્મદા નદી ઓળંગીને દક્ષિણ દેશમાં આવીને માંધાતા, ખંડવા, બુરાનપુર (ખાનદેશ) તથા મલકાપુર થઈને દેવળઘાટ ચડીને વરાડમાં દાખલ થયા હતા અને અંતરિક્ષની યાત્રા કરી હતી. તીર્થમાળાની ત્રીજી ઢાળની ૧૪મીથી ૧૯ મી. સુધીની ૬ કડીઓમાં તેમણે અંતરિક્ષજીને બહુ સંક્ષિપ્ત ઈતિહાસ વર્ણવે છે. તેમાં રાવણના બનેવી ખરદ્દષણનું અને એલગરાયનું નામ છે તેમજ પહેલાં પ્રતિમા નીચેથી ઘેડેસ્વાર જતે હતે પણ અત્યારે દેરા જેટલું અંતર છે એમ જણાવ્યું છે. બીજું કઈ વિશિષ્ટ નથી. આ પછી લલિતચંદજીના શિષ્ય વિનરાજે સં. ૧૭૩૮ માં રચેલું એક અંતરિક્ષજીનું સ્તવન છે તેમાં પણ ખરદૂષણ અને એલિચપુરના એલિચરાજાનું સંક્ષિપ્ત કથાનક જ છે. ઐતિહાસિકદષ્ટયા વિશિષ્ટ કંઈ નથી. શ્રી જિનચંદ્રસૂરિત સ્તવન આ પછી સિદ્ધપુર(ગુજરાત)થી સંઘ લઈને આવેલા શ્રી જિનચંદ્રસૂરીશ્વરજીએ સં. ૧૮૫૫ નાં ફાગણ વદ ૧૨ ને દિવસે બનાવેલું ૯ કડીનું ગુજરાતી સ્તવન મળે છે. તેમાં અંતરિજીનું સંક્ષિપ્ત કથાનક છે. વિશિષ્ટ કંઈ નથી. અંતરિક્ષ ભગવાનને માત્ર નામે લેખ તે ઘણાયે આપણા પ્રાચીન-અર્વાચીન લખાણમાં છે કે જે પછી આપવામાં આવશે.Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104