Book Title: Jain Shwetambar Tirth Shree Antariksh Parshwanath
Author(s): Jambuvijay
Publisher: Sumtilal Ratanchand Patni

View full book text
Previous | Next

Page 32
________________ પાશ્વનાથ [ ૧૮ ] આપીશ, પણ મૂર્તિ નહીં આપું.” આ પ્રમાણે દેવે ઘણું સમજાવ્યું તે પણ મૂતિ જ લેવાની ઈચ્છાવાળા રાજાએ પારણું ન કર્યું. પ્રાણ જાય તો ભલે જાય; પણ મૂર્તિ લીધા વિના પાછો નહીં ફરું.” આ પ્રમાણે દઢ નિશ્ચય કરીને બેઠેલા રાજાને ભેજન– પાણી લીધા વિના સાત દિવસો વીતી ગયા. તેના તપના પ્રભાવથી ધરણે દ્ર જાને ત્યાં આવીને કહ્યું- “રાજા ! તું શા માટે હઠ કરે છે ? આ મહાવમક રી સ્મૃતિ ની પૂજા તમારાથી નહીં થઈ શકે. તારું (રેગ નાશ પામવાનું) કાર્ય સિદ્ધ થઈ ગયું છે, માટે તું ચાલ્યા જા.” રાજાએ કહ્યું -નાગરાજ ! પેટ ભરવાથી શું? હું તે જગતના ઉપકાર માટે પ્રતિમાની માગણી કરું છું માટે મને મૂર્તિ આપો. મારા પ્રાગ જય તો ભલે ચાલ્યા જાય. પણ નાગરાજ ! પ્રતિમા લીધા વિના હું પાછો ફરવાનો નથી. મૂતિ આપે કે ન આપે, એ તમારી મરજીની વાત છે. મારા પ્રાણ તો એ ભગવાનમાં જ રહેલા છે. આ પ્રમાણે રાજાનું કથન સાંભળીને સાધમિકબંધુને કષ્ટ ન થાય તે માટે ધરણે એલ રાજાને કહ્યું- “રાજન ! હું તારી ભકિતથી પ્રસન્ન થયો છું, અને તેથી પ્રાણથી પણ અધિક પ્રિય આ ચા-કારી મૃતિને જગતના ઉપકાને માટે તેને આપીશ, પર તુ આ પ્રતિમાની આશાતના ન કરીશ, નહીંતર મને ઘણું દુઃખ થશે.” રાજાએ આ વાતને સ્વીકાર કર્યો ત્યારે ધરણે જે કહ્યું કે-રાજન ! સંભળ, સવારમાં સ્નાન કરીને સ્વચ્છ થઈને તું અહીં કૂવા પાસે આવજે, પછી નાલ(જવારીના સાંઠા)ની પાલખી બનાવીને સુતરના તાંતણાથી બાંધીને કૂવામાં ઘડાની જેમ ઉતાજે. હું તેમાં મૂર્તિ મૂકી દઈશ, પછી બહાર કાઢીને નાલના( જવારીના સાંઠાના) બનાવેલા રથમાં નું પ્રતિમા મૂકી દેજે અને

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104