Book Title: Jain Shwetambar Tirth Shree Antariksh Parshwanath
Author(s): Jambuvijay
Publisher: Sumtilal Ratanchand Patni

Previous | Next

Page 30
________________ પાર્શ્વનાથ [૧૭] વરાડ દેશના એલચપુર નામના નગરમાં શ્રીપાલ નામે ચંદ્રવંશી રાજા થયા. માતા-પિતાએ તેનું પાત્ર નામ પાડયું હતું પણ રૂા એટલે પૃથ્વીનું સારી રીતે રાજ્ય કરતો હોવાથી લાક તેને રૂઝવ કહી સંબોધતા હતા. એક વખત, પૂર્વ જન્મમાં કરેલા પાપના ઉદયથી રાજાના શરીરમાં કેકને ભયંકર વ્યાધિ લાગુ પડ્યો અને તેથી રાજાને વારંવાર મૂછ આવતી હતી. વૈદ્યોએ ઘણા ઘણા ઔષધે પચાર કર્યો પણ રાજને જ પણ શરીરે શાંતિ થઈ નહીં. વેદનાથી પીડાતે રાજા રોગને શાંતિને માટે એક વખત-નગર બહાર નીકળે. પાણીની તરસથી વ્યાકુલ થયેલે રાજા પાણી માટે આમતેમ ફરતા ફરતા આંબલીના ઝાડ નીચે જેમાં પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા હતી તે કૂવા પાસે આવ્યા. તે કૂવાના જલથી હાથ-પગ મહે છેઈને તથા સ્વચ્છ સ્વાદિષ્ટ પાણી પીને રાજા પતાની છાવાડી ચાલ્યા ગયે. થાકેલા રાજાને સાંજ પડતાં જ ઊંઘ આવી ગઈ. રોગની પીડાથી આખી રાત માછલાંની જેમ તરફડીને જ પૂરી કરતા હતા, તે રાજા તે રાત્રિએ નિશ્ચિત થઈને છાનુસાર ઊંડ્યા. સવારમાં ઉડ્યા પછી રાજાના હાથ, પગ તથા મેં નીરોગી જોઈને રાણીએ રાજાને પૂછયું કે-“સ્વામિ ! ગઈ કાલ તમે કયાં હાથ-પગ મેં ધેયા હતા કે જેથી તેટલા ભાગ ઉપરથી કેદ્ર રોગ બિલકુલ નષ્ટ થઈ ગયું દેખાય છે. આજે પણ ત્યાં ચાલે અને સર્વ અંગે સ્નાન કરે કે જેથી સર્વ અંગને રેગ ચાલ્યા જાય.” રાણીના કહેવાથી પ્રતીતિવાળા રાજાએ ત્યાં જઈ સ્નાન કર્યું અને શરીર તત્કાળ ની રેગી થઈ ગયું. આથી રાજા અને રાણી બંનેને ખૂબ આશ્ચર્ય થયું અને અન્ન-પાણીનો ત્યાગ કરીને દેવની આરાધના કરવા માંડી. “હે કૂવાની અંદરના અધિષ્ઠાયક

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104