Book Title: Jain Shwetambar Tirth Shree Antariksh Parshwanath Author(s): Jambuvijay Publisher: Sumtilal Ratanchand PatniPage 28
________________ પાશ્વનાથ [૧૫] નામના એક પુત્ર થયું હતું. એક વખત તે નગરમાં ઉપશમ આદિ ગુના ભંડાર શ્રી વિજયદેવસૂરિજી સાધુઓના પરિવાર સાથે પધાર્યા હતા. જેમ મયૂરી મેઘના આગમનથી ખુશી-રાજી થાય તેમ ગુરુtહારાજના આગમનથી આનંદિત થયેલા શ્રાવકે તેમને વંદન કરવા માટે ગયા. જેમ ચાતકે મેઘના જલને પીવા માટે અતિ ઉત્કંઠિત હોય છે તેમ શ્રાવકે ગુરુમહારાજના મુખમાંથી વરસતા વચનામૃતનું પાન કરવા માટે ઉત્કંઠિત બનીને ગુરુમહારાજને વંદન કરીને તેમની દેશના સાંભળવા માટે બેઠા. પછી આચાર્ય મહારાજે સાત નય અને ચતુર્ભગીથી યુક્ત તથા દુરિત-(પાપ)ને દૂર કરનારી અમૃત કરતાં પણ અધિક મીઠી ધમાં દેશના આપી. તેમની દેશનાથી પ્રતિબંધ પામીને મેં બહુ હર્ષપૂર્વક દીક્ષા લીધી. દીક્ષા ગુરુમહારાજે મારું ભાવવિજ્ય એવું નામ રાખ્યું. ત્યારપછી ગુરુમહારાજની સાથે મારવાડમાં વિચરતા મેં સૂત્ર વગેરેનો યથારુચિ અભ્યાસ કર્યો. પછી તેથી સંતુષ્ટ થયેલા ગુરુમહારાજ જોધપુર નગરમાં સંઘસમક્ષ મને ગણિ પદવી આપી. ત્યાર પછી પાટણના સંઘની વિજ્ઞપ્તિથી ગુરુમહારાજ વચમાં આવ્યું (અબુદગિરિ ની યાત્રા કરીને શિષ્ય સાથે ગુજરાતમાં પધાર્યા. રસ્તામાં જતાં થામનાતુની ઉષ્ણતાને લીધે મારી આંખમાં રોગ લાગુ પડ્યો, પણ જેમ તેમ કરીને કષ્ટથી ગુરુમહારાજ સાથે પાટણ પહોંચ્યા. ત્યાંના શ્રીમંત શ્રાવકોએ ઘણું ઘણા ઔષધેપચાર કર્યો, પણ મારી આંખમાં કશો ફાયદે થયે નહીં. છેવટે મારી આંખો ચાલી ગઈ અને હું અંધ બન્યા. દીવા વિના ઘરની જેમ નેત્રરહિત થયેલાં મેં એક વખત આ શ્રી વિજયદેવસૂરિને ગયેલી આખે ફરી પ્રાપ્ત થાય તે માટે ઉપાય પૂછયો આચાર્ય મહારાજે કૃપા કરીને પૂર્ણ વિધિવિધાન સાથે પદ્માવતી દેવીને મહાન મંત્ર અને આરાધવા માટે આપે.Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104