Book Title: Jain Shwetambar Tirth Shree Antariksh Parshwanath
Author(s): Jambuvijay
Publisher: Sumtilal Ratanchand Patni

Previous | Next

Page 27
________________ [૧૪] શ્રી અંતરિક્ષ લેકના શ્રી સત્તાવાર્થનાથસ્તોત્રનું સ્થાન આવે છે. આ સ્તોત્ર અનેક દષ્ટિએ મહત્વનું સ્થાન ધરાવે છે. વર્તમાનમાં અંતરિક્ષાની પ્રતિમા જ્યાં વિરાજમાન છે તે જિનાલય ભાવવિજયજીગણિના ઉપદેશથી જ બંધાયેલું છે અને પાસેના બીજ મંદિરમાંથી ફેરવીને ફરીથી તેમાં અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા વિ. સં. ૧૭૧૫ ના ચૈત્ર સુદ ૬, ને રવિવારે તેમના હાથે જ થયેલી છે. આજે પણ પાસેના માણિભદ્રજીની સ્થાપનાવાળા બીજા ભેંયરામાં શ્રી વિજયદેવસૂરિજીની તેમજ શ્રી ભાવવિજયજીગણિની પાદુકાઓ (પગલાં) વિદ્યમાન છે. એકના ઉપર પં. શ્રીવિષયવસૂરિપદુક્યા અને બીજી ઉપર ઉ. શ્રી માવનગwળપાટુ એવા તરલા અક્ષરે સ્પષ્ટ વાંચી શકાય છે. આ માણિભદ્રજીની સ્થાપનાવાળા બીજા સેંયરામાં જ પહેલાં અંતરિક્ષજીની મૂર્તિ વિરાજમાન હતી. એમનું પ્રાચીન આસન અત્યારે પણ વિદ્યમાન છે. અત્યારે તે આસન પર બીજી માણિભદ્રજીની સ્થાપના કરેલી છે. ભેંયરામાં કુલે ૨, માણિભદ્રજી છે. વર્તમાન પ્રતિષ્ઠા કરનાર શ્રી ભાવવિજયજીગણિએ જ રચ્યું હેવાથી તેમજ બીજી ઘણું નવી તથા બાહ્ય પ્રમાણેથી પણ પુષ્ટ થતી માહિતી તેમાં હોવાથી આ સ્તંત્રનું મહત્વ ઘણું જ ઘણું વધી જાય છે. પોતાનાં માતા-પિતા, જન્મસ્થાન, દીક્ષા આદિથી માંડીને સ્તંત્રની રચના કરી ત્યાંસુધી બધી પ્રાસંગિક રસપ્રદ માહિતી તેમણે આપી છે એ આખા તેત્રને ભાવાર્થ નીચે પ્રમાણે છે. શાંતરસપૂર્ણ પરમ આનંદસ્વરૂપ(પરમાત્મા)ને નમસ્કાર કરીને હું (ભાવવિજયજીગણિએ) સ્વયં અનુભવેલા ચમત્કારનું બીજાઓના ઉપકારને માટે વર્ણન કરું છું-જંબુદ્વીપના ભરતક્ષેત્રના મધ્યખંડને શોભાવતું સત્યપુર (સાચેર) નામનું વનખંડેથી સુશોભિત નગર હતું. તે નગરમાં એશવાલવંશમાં રાજમલ્લ નામના ગૃહસ્થ હતા. તેમને ભૂલી નામની પત્નીથી ભાનિરામ

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104