________________
પાધનાથ
[૧૧] निवेदय नगरं नव्यं श्रीपुरं तत्र भूपतिः ।
अचीकरच प्रोत्तुंगं प्रासादं प्रतिमोपरि ।। २१ ॥ घटौ गर्गरिकायुक्तौ न्यस्य नारी स्वमस्तके । तविम्वा यः प्रयाति स्म पुरेति स्थविरा जगुः ।। २२ ।। कियदन्तरमद्यापि भूमि-प्रतिप्रयोः खलु । अस्तीति तत्र वास्तव्या वदन्ति जनता अपि ॥ २४ ।।
ભાવાર્થ:-“ત્યાં રાજાએ શ્રીપુર (સિરિપુર નગર વસાવીને પ્રતિમા ઉપર (ફરતો) ઊંચો પ્રાસાદ બંધાવ્યું. ઉપરાઉપરી બે ઘડા ઉપર ગાગર મૂકીને તે માથા ઉપર ઉપાડીને પહેલા (પાણીયારી) ની પ્રતિમાજી નીચેથી નીકળી શકે એટલી મૂર્તિ અદ્ધર હતી એમ જૂના માણસે કહે છે. હમણું પણ ભૂમિ અને પ્રતિમા વચ્ચે કેટલુંક અંતર છે. એમ ત્યાંના (સિપુરના) વતની લેકે કહે છે.
આ જોતાં એમ સ્પષ્ટ લાગે છે કે સેમધર્મગણિજીએ અંતરિજી સંબંધી વૃત્તાંત અંતરિક્ષજીતીર્થનાં સ્વયં દર્શન કરીને લખ્યો નથી. પણ પળમ્ કાનપરંપરાએ સાંભળીને કિવા પહેલાંના લખાણને આધારે જ લખ્યા છે. અધિક સંભવ તે એ છે કે-તેમણે જિનપ્રભસૂરિજીને અનુસરીને અંતરિક્ષજીને વૃત્તાંત લખ્યું છે. રાવણની, માલિસુમાલિની પ્રતિમા પવિત્રિત જલથી સ્નાન કરવાથી વિગિલ્ટ (ગેલી) નગરના શ્રીપાળ રાજાને કોઢ રેગ ગયાની, અધિષ્ઠાયક દેવે કહેલી વિધિ પ્રમાણે તે સમયની અપેક્ષાએ ભાવિતીર્થકર શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા ગાડામાં લાવ્યાની, રસ્તામાં રાજાએ પાછું વાળીને જોતાં મૂતિ અદ્ધર રહી ગયાની, પછી ત્યાં શ્રીપુર નગર વસાવીને મંદિર બંધાવ્યા વગેરેની એની એ જ હકીક્ત આમાં પણ છે. મહત્વનો ભાગ એ છે કે-શ્રી જિનપ્રભસૂરિએ અંબાદેવી અને ક્ષેત્રપાલ સંબંધી