Book Title: Jain Shasan na Chamakta Sitara
Author(s): Varjivandas Vadilal Shah
Publisher: Varjivandas Vadilal Shah

View full book text
Previous | Next

Page 12
________________ છે, એટલે એવા લોકોને કામકથા-અર્થકથામાં જ રસ પડતો હોય છે. ધર્મકથા પ્રત્યે અરુચિ અને અર્થ-કામકથાઓનો પ્રેમ એ તો દુર્ગતિગામી જીવોનું લક્ષણ છે; જ્યારે ધર્મકથાઓનો રસ એ સદ્ગતિગામી જીવોનું લક્ષણ છે. કેટલાક જીવો એવા હોય છે કે જેઓને ધર્મકથાનું આકર્ષણ હોય છે, પરંતુ એવી ધર્મકથાઓમાંથી ટપકતાં બોધઝરણાંઓ પ્રત્યે અરુચિ એવી ને એવી હોય છે. એવા લેખક-પત્રકારો પોતાની પ્રસિદ્ધિ માટે બોધક તત્ત્વોને નિચોવી નાખીને પોતાનું હું ચલાવવા ધર્મકથાઓ ઉપર પર કલમ ચલાવતા હોય છે, જે પરિણામે સ્વ-પર માટે નુકસાનકારક બને છે. ધર્મકથાઓ માત્ર મનોરંજન માટે નથી, પણ એમાંના બોધને ગ્રહણ કરવા દ્વારા જીવન સુધારવા માટે છે. જીવન સુધરે, ધ્યેય સુધરે તો પાપોને તિલાંજલિ મળે, ધર્મકૃત્યો પ્રત્યે આદરભાવ જાગે, ધર્મારાધનામાં જોશ આવે, કર્મો ખપે અને શાશ્વત સુખના ભોક્તા બનાય. એ માટે ધર્મકથાઓ ખૂબ શાન્તિથી વાંચવી જોઈએ. શ્રી હરજીવનભાઈએ થોડાં વર્ષો પૂર્વે પવિત્ર ભાવનાથી જૈન શાસનના ચમકતા હીરા' એવા નામથી સુંદર મજાની ૧૦૮ કથાઓ જૈનસાહિત્યમાંથી તારવી તારવીને બહાર પાડી હતી. એ પ્રવાહને વણથંભ્યો રાખીને પુનઃ જૈન-સાહિત્યનું અવલોકન કરીને બીજી ૧૦૮ કથાઓ તૈયાર કરીને જૈન શાસનના ચમકતા સિતારા એવા નામથી આ બીજો કથાગ્રંથ સ્વયં લખીને પ્રકાશિત કર્યો છે, તે ઘણા જ આનંદનો વિષય છે. ઘણી મોટી ઉંમરે વિકથાઓથી દૂર રહીને તેઓએ આ રીતે જે અવિરત પરિશ્રમ કર્યો છે તે દરેક વૃદ્ધવયસ્ક શ્રાવકો માટે ખરેખર પ્રેરક બની રહે તેમ છે. નિંદાકૂથલીમાં, ખટપટોમાં, દાવપેચમાં, કાવાદાવામાં, મારું-તારું કરવામાં, એકબીજાઓને લડાવવામાં, વૈર-વૈમનસ્ય વધારવામાં અને દુર્ગતિકારક કાર્યવાહીઓમાં પાછલી ઉંમર પસાર કરવાને બદલે સંયમની આરાધનામાં કે એ ન થાય તો છેવટે આવા કોઈ સ્વ-પર ઉપકારક સાત્ત્વિક કાર્યોમાં પાછલી વયનો કેવો સદુપયોગ થઈ શકે તેનું આ લેખકે સાક્ષાત્ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આવા ઉત્તમ કથાગ્રંથોને શાન્તિથી વાંચીને, સમજીને, સાર ગ્રહણ કરીને સૌ પોતાનું આત્મશ્રેય સાધે એ જ મંગલ ભાવના. - જયસુંદરવિજયના ધર્મલાભ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 404