Book Title: Jain Shasan na Chamakta Sitara
Author(s): Varjivandas Vadilal Shah
Publisher: Varjivandas Vadilal Shah

View full book text
Previous | Next

Page 10
________________ આ કાર્યમાં આપણા સાહિત્યને સંપૂર્ણ વફાદાર રહી, તેમાંથી ટૂંકાવીને આ વાર્તાઓ તૈયાર કરી છે. તેમાં મારું પોતાનું કંઈ ઉમેર્યું નથી. મારા લખાણની હસ્તપ્રતોને ગુરુદેવ પન્યાસ શ્રી જયસુંદરવિજયજીએ વાંચીને યોગ્ય સુધારા કરી આપ્યા છે, તે તેમનો મોટો ઉપકાર મારા ઉપર છે. મારા પુત્ર ભાઈ હર્ષદે આ વાર્તાઓ વાંચી કેટલાંક રચનાત્મક સૂચનો કર્યા છે, એ માટે તે યશનો અધિકારી છે. ભાઈ હરેશ, નયન અને જયંતીભાઈ પટેલે ટૂંક સમયમાં આ ગ્રંથ છાપી આપ્યો છે, તથા ચિત્રકાર શ્રી જય પંચોલીએ ચિત્રો દોરી આપી આ ગ્રંથને શોભાવ્યો છે તે બદલ તેમનો આભાર માનું છું. શ્રી ચીનુભાઈએ (સ્વસ્થમાનવ) વ્યાકરણદોષો સુધારી આપ્યા છે. તેમનો આભાર માનવો જ રહ્યો. આ ગ્રંથની વાર્તાઓનો સદુપયોગ કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, છાપી શકે છે. આ માટે મારો કોઈ પ્રતિબંધ નથી. લોકકલ્યાણ માટે વધુ ને વધુ વંચાય કે વકતૃત્વમાં કહેવાય એ લાભકર્તા જ છે. વાચકને આ ગ્રંથમાં કંઈ પણ ભૂલ દેખાય તો જણાવે જેથી ફરી છાપતાં તે સુધારી શકાય. અંતે જિનાજ્ઞા વિરુદ્ધ આમાં કાંઈ પણ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ્. પંચશીલ એપાર્ટમેન્ટ ત્રીજો ક્રોસ, ગાંધીનગર બેંગલોર - પ૬૦ ૦૦૯ ટેલિફોન :(૦૮૦) ૨૨૦૩૬ ૧૧ (૦૮૦) ૨૨૦૩૬૨૨ ફેક્સ : (૦૮૦) ૨૨૦૩૬૨૨ અજ્ઞાની વરજીવનદાસ વાડીલાલ શાહ (પાટણવાળા) જુન ૨૨, ૧૯૯૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 404