Book Title: Jain Shasan na Chamakta Sitara
Author(s): Varjivandas Vadilal Shah
Publisher: Varjivandas Vadilal Shah

View full book text
Previous | Next

Page 11
________________ - - પ્રસ્તાવના સમગ્ર વિશ્વના કલ્યાણ માટે શ્રી તીર્થકર ભગવંતોએ જૈન શાસનની સ્થાપના કરી. પૂર્વાચાર્ય મહર્ષિઓએ તીર્થંકર પ્રભુના ઉપદેશના સરળતા ખાતર ચાર વિભાગ ક્યઃ (૧) દ્રવ્યાનુયોગ, (૨) ગણિતાનુયોગ, (૩) ચરણ-કરણાનુયોગ, (૪) ધર્મકથાનુયોગ. દ્રવ્યાનુયોગ વગેરેમાં ઘણાં ઊંચાં તત્ત્વોની છણાવટોનો સમાવેશ થયેલ હતો. પરંતુ જ્યાં સુધી ઊંચાં તત્ત્વોની વાતોને કથાના માધ્યમે પીરસવામાં ન આવે ત્યાં સુધી સૂક્ષ્મ-ગૂઢ તત્ત્વોની વાસ્તવિક સમજણ પ્રાપ્ત કરવી અતિદુષ્કર બની રહે છે. તેથી જ પ્રભુ મહાવીર સ્વામીએ પોતાના ઉપદેશોમાં અનેક રોચક તત્ત્વબોધક પ્રેરક કથાઓ વણી લીધી હતી. આજે તો ઘણા એવા મિથ્યાભિમાનીઓ જોવા મળશે, જેઓ ધાર્મિક કથાઓ પ્રત્યે પોતાના નાકનાં ટેરવાં ઊંચાં ચડાવી સૂગનું પ્રદર્શન કરતા હશે, “અમને તો તાત્વિક ભાષણોમાં કે ઊંચાં તત્ત્વોમાં જ રસ પડે, રાજા-રાણીની વાતો છોડો!' અધૂરા ઘડા છલકાયા વગર ના રહે. ભગવાન મહાવીરે અને પૂર્વાચાર્ય મહર્ષિઓએ આવું મિથ્યાભિમાન રાખ્યા વગર અનેક ઊંચાં તત્ત્વોની વાતો કથાના માધ્યમે કરી છે. જ્ઞાનધર્મકથા - આગમ વગેરે સેંકડો/હજારો એવા ધર્મકથાગ્રંથો એ જૈનસાહિત્યના તેજસ્વી તારલાઓ છે. ધર્મકથાનુયોગના આધારે પ્રાચીનકાળમાં “પઢમાણુયોગ' નામના વિશાળ કથાશાસ્ત્રની રચના થઈ હતી, જે આજે પ્રાયઃ વિલુપ્ત છે. પરંતુ અનેક પ્રાચીન શાસ્ત્રોમાં તેના ઉલ્લેખો જોવા મળે છે. આવાં અનેક શાસ્ત્રો વિલુપ્ત થવા છતાં પૂર્વાચાર્ય મહર્ષિઓએ પોતાના અવિચ્છિન્ન સ્મૃતિકોશ અને અનુભવકોશના આધારે અનેક ધર્મકથાઓની રચના કરવામાં ભારે ઉદ્યમ કર્યો છે. દરેક ધર્મકથાનો મુખ્ય સાર એ હોય છે કે પાપોને છોડો અને ધર્મની આરાધનામાં લાગી જાઓ; કારણ કે ધર્મ દ્વારા જ અર્થ, કામ અને મોક્ષ પુરુષાર્થોની સિદ્ધિ થાય છે. બાળક હોય કે યુવાન, પ્રૌઢ હોય કે વૃદ્ધ, લગભગ બધાને કથાઓ તો ગમતી જ હોય છે. પણ એમાંનો મોટો ભાગ તો મનોરંજનપ્રેમી જ હોય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 404