Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ-૧૨ અંક ૧ થી ૪: તા. ૫-૧૦-૯૯
(પ્રકરણ-૫૬)
મહાભારતનાં પ્રસંગો
* ધનુષને ઘારણ કરો, પાર્થ એ
છે
વિરાટનગરમાં ગુપ્તવેષે ૧૩મું વર્ષ પૂર્ણ થયું. ઈન્દ્રપ્રસ્થની દિવ્ય સભામાં સોગઠા હારી ગયેલા પાંડવોની વનવાસની મર્યાદા અહીં પૂરી થતી હતી.
હવે હસ્તિ નાપુરનું સામ્રાજ્ય વગર યુધ્ધ, વગર માંગણી કર્યો ન્યાયની દ્રષ્ટિએ પાંડવોને મલી જવું જોઈતું હતું. દુર્યોધને કમને પણ હસ્તિનાપુરથી હઠી જવું જોઈતું હતુ. તેર-તેર વર્ષ પૂર્વેનો ભવ્ય ભૂતકાળ હસ્તિનાપુરના નગરજનોને તેર વર્ષો બાદ ફરી નજરે નિહાળવા મળવો જોઈતો હતો.
પણ..... જ્યાં સુધી દુર્યોધનને ઘમંડ સાથે સંબંધ છે ત્યાં સુધી આ બધું ન્યાયપૂર્ણ બનવું અશક્ય હતું.
વિરાટનગરેથી વિરાટ રાજા પાસેથી મહામુશીબતે રજા મેળવીને શ્રીકૃષ્ણ વાસુદેવ પાંડવોને પોતાની દ્વારકા નગરીએ ધામધૂમપૂર્વક લઈ ગયા.
થોડા સમય બાદ દશાર્ણો-યાદવોએ પાંડવોને કહ્યું. -‘અમે પહેલા ઃ અર્જુનને સુભદ્રા પરણાવી હતી હવે બાકીના પાંડવોને લક્ષ્મીવતી, વેગવતી, વિજયા અને રતિ પરણાવીએ છીએ.’’ આમ કહી તે પુત્રીઓને પાંડવો સાથે પરણાવી.
હવે બાર વર્ષના વનવાસમાં દુર્યોધને કરેલી દુષ્ટતા શ્રીકૃષ્ણને ભીમ તથા દ્રૌપદીએ કહી બતાવી.
આથી ક્રોધાયમાન થઈ ઉઠેલા શ્રીકૃષ્ણજીએ તરત જ એક દૂતને દુર્યોધન પાસે મોકલ્યો.
જઈને દૂતે કહ્યું - રાજન્ ! શ્રી કૃષ્ણ મુરારિ કહેવડાવે છે કેપાંડવોનો વિરાટના વસવાટ સાથે જ તેર વર્ષનો વનવાસ શરત પ્રમાણે પૂરો થાય છે. અત્યારે મારા આગ્રહથી તેઓ દ્વારકામાં રહ્યા છે. હસ્તિનાપુરની તેમની તીવ્ર ઉત્કંઠાને પહેલા તો તેમના ૧૩ વર્ષના વનવાસે અટકાવી હતી. હવે સમય પૂર્ણ
શ્રી રાજુભાઈ પંડિત
૧૫
થવા છતાં અચાનક આવી જતાં તારા મનને દુઃખ થશે તેમ સમજીને તે નથી આવતા. અને વગર બોલાવ્યા ત્ય આવવામાં તેમનું સ્વમાન પણ ઘવાય છે. આખરે તો તેઓ પણ ક્ષાત્રવટ્ ધર છે. હવે માનુ છું કે તારે પાંડવોને બોલાવ લેવા જોઈએ. સમય થયા છતાં તેં નથી બોલાવ્યા તે તે અન્યાય છે. પણ હજી પણ ગમે તે કારણે જો તું પાંડવોન હસ્તિનાપુર બોલાવવા ઈચ્છતો ન હોય તો યાદ રાખજે દુર્યોધન ! કે જગતખ્યાત વીર બંધુઓ સાથે તે યુધિષ્ઠિર ન છૂટકે સામે ચાલીને આવશે અને પાંડવોનું તે તરફનું ત્યારનું આગમન તારા હિતમાં નહિ હોય. કદાચ તારા હાથમાં રહેલી ધરતીને તેઓ આંચકી લેતા ખચકાશે નહિ. અને ત્યારે રણાંગણ તારૂ મોત બનશે. અથવા તો પાંડવોની જેમ તારે ઘરબાર વગરના બનીને વનવાસ ભટકતા ભટકતા શેલ જિંદગી પૂરી કરવી પડશે.’’
ઘમંડ ઘાયલ કરે તેવા શબ્દોથી ક્રોધાયમાન થયેલા દુર્યોધને કહ્યું ‘‘મારા ભુજાના સ્તંભ ઉપર રહેલી પૃથ્વીન આંચકી લેનારો હજી સુધી કોઈ પાકયો નથી. સૂર્યની સા ચંદ્ર કે તારા કાંઈ નથી દૂત ! મારી આગળ કૃષ્ણ કે પાંડવો કોણ માત્ર છે ? એ કેશવને તો રણાંગણમાં મારા ધનુષ ઉપર ચડેલા બાણો આખા શરીરે જખમી કરી નાંખશે. સમરાંગણમાં મારા બાણોનો ઉત્કટ (સમૂહ) કૃષ્ણના પ્રાસ ખેંચી કાઢીને આકાશમાં ઉડતા ગીધડાંને કૃષ્ણનો અતિ ધરશે.
વળતાં જવાબમાં દૂતે કહ્યું-જેણે પોતાના તેજના સળગી ઉઠેલા અનલ (અગ્નિ)માં અરિષ્ટ, કેશિ, ચાણ્રની આહુતી ધરી છે અને કંસની પૂર્ણાહુતિ કરી છે તે સમસ્ત શત્રુના સંહારક શ્રીકૃષ્ણ સામે યુદ્ધ કરવાની દુર્યોધન ! પહેલાં લાયકાત કેળવ. શત્રુસંહારક શ્રીકૃષ્ણ તો દૂર રહ્યો પાંચ પાંચ પાંડવોની ચંડતાને સંગ્રામમાં સાખી શકનારો તાર