Book Title: Jain Satyaprakash 1939 02 SrNo 43
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 9
________________ ભગવાન મહાવીર અને માંસાહાર [૩૮] તેનાથી સંસ્કારિત કરેલ છે, તે શું? રમાકં બિરાને ગર્ભ (બિજારને મુર ) તેને તું લાવ. કારણકે તે નિરવ છે. આમ કષથી અને ટીકાકારોએ કરેલા અર્થથી બંને રીતે પોત” “માર અને “કુકકુટને અર્થ જાનવરવિશેષ નહિ, પણ વનસ્પતિ વિશેષ છે એ વાત સ્પષ્ટ છે. એક બીજી વાત પણ વિચારવા જેવી છે. ભગવાન મહાવીરને આ વસ્તુ મંગાવવાની જરૂર પોતાને થયેલ મરડાની શાંતિને માટે પડી હતી. મરડા જેવી ઉષ્ણતની બિમારીમાં કબૂતર કે કુકડાનું માંસ મંગાવે, તે અસંભવિત છે. કોળાને અથવા બિરાને મુરબ્બો આપી શકાય, કારણકે તે ઠડાં ફળ છે. એટલે બુદ્ધિથી પણ આપણે વિચારી શકીએ કે આ પ્રસંગ માંસાહાર માટે નથી અને એટલા માટે વનસ્પતિ તરીકે કરાતો અર્થ જેમ પ્રસંગ અનુસરતે છે, તેમ કેષથી પણ તે અનુકૂળ છે; અને તેને ટીકાકરેએ પણ ટેકો આપે છે. ત્રીજી વાત એ છે કે ભગવાન મહાવીરે આ વસ્તુ યજ્ઞયાગાદિ કરનારા કોઈ બ્રાહ્મણને ત્યાંથી નથી મંગાવી, પરતુ રેવતી શ્રાવિકાને ત્યાંથી મંગાવી છે. રેવતી એ સુલસા આદિ મુખ્ય શ્રાવિકાઓ પૈકીની શ્રાવકવતધારિણી મુખ્ય શ્રાવિકા હતી. તેને ત્યાં માંસ રંધાતું હોય એ કલ્પના પણ અસ્થાને છે. જે ભગવાન મહાવીરને આ પ્રસંગે માંસ ગ્રહણ કરવાનું હતું તે તે પિતાના સાધુને ગમે તે કઈ માંસાહારીનું જ ઘર બતાવને; કારણકે તે વખતે ભિક્ષા માટે અમુક કુળોનું બંધન તે હતું નહિ, એ વાત તે ચી. પટેલ પણ સ્વીકારે છે. વિદ્વાન લેખકે પિતાના લેખના છેલ્લા પેરેગ્રાફમાં વિદ્યકીય દષ્ટિએ આ રોગ શું હે જોઈ એ? એનો વિચાર કર્યો છે. પરંતુ તે જેલેશ્યા ગમે તેવી વરતુ હોય, છતાં તે બાળનારી, ઉષ્ણતા ઉત્પન્ન કરનારી હોવી જોઈએ, એ તે નકકી છે. ભગવાન મહાવીરના બે શિષ્યને તેની વધારે અસર થવાથી તે બળી જાય અને ભગવાન મહાવીરની આંતરશકિતની પ્રબળતાથી વધારે અસર ન કરે અને કેવળ શરીરમાં ઉષ્ણતા, દાહ, ગરમી ઉત્પન્ન કરે તો તે સ્વાભાવિક છે. અને તે ગરમીના ઉપશમનને માટે ઠંડા ઉપચારે જ ઉપયુકત લેખી શકાય. વિદ્વાનને એ સમજાવવાની જરૂર નથી કે દરેક ધર્મના પ્રાચીન ગ્રન્થમાં એવા અનેક શબ્દ આવે છે કે જે અત્યારે કંઈ બીજા જ અર્થમાં વપરાતા હોય છે, અને અત્યારે જે અર્થમાં તે શબ્દ વપરાતા હોય, તે જ અર્થમાં તે શબ્દ જે લઈ જવામાં આવે તે ઘણે જ અનર્થ ઉભો થાય. દાખલા તરીકે “ઐરાવણ' ઈન્દ્રના હાથીનું નામ મશહૂર છે, પરંતુ “પન્નવણ ' સૂત્રમાં “લકૂચફળ”ના અર્થમાં મૂકે છે. મંડૂકી' એ દેડકીનું નામ પ્રસિદ્ધ છે, પરંતુ “ઉપાસદશાંગ' સૂત્રમાં આણંદ શ્રાવકને અધિકારમાં આણંદ શ્રાવક વનસ્પતિનું પરિમાણ કરતાં “મંડૂકી'ની છૂટ રાખે છે. કારણ કે “મકી” એ “કેળી' નામની વનસ્પતિનું નામ છે. આ અર્થો મન Jain Educationકપિતા નથી પરંતુ નિઘંટુ આદિ સંસ્કૃત પ્રાકૃત કેષથી પણ જાણી શકાય છે. વ્યવ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64