________________
જેનદર્શનમાં માંસાહારની ભ્રમણ
[૧૫]
જાણવા, ૧. અષ્ટાદિ ઉગ્ર તપ, ૨. આત્મનિરપેક્ષ ઘોર તપ, ૩. વૃતાદિરસને ત્યાગ, અને ૪. સારાનરસા આહારમાં સમભાવ રાખવો.
જયારે જૈનમુનિઓને તપ ૧૨ પ્રકાર છે, ત્યારે ઉપરને પાઠ આજીવિક સાધુઓને ૪ પ્રકારને તપ જણાવે છે. આ વાતને સહકાર આપતાં જુઓ ટીકાકાર મહારાજનાં વચને “ર્ણતાનાં તુ તારુષ” જન મુનિઓનો તે ૧૨ પ્રકાર તપ હોય છે. આ ઉપરથી સમજાશે કે ઉપરનો પાઠ જૈન સાધુ અને આજીવિક સાધુના તપની સમાનતા જણવતે નથી, કિન્તુ એમ જણાવે છે કે જૈન સાધુઓ કરતાં આજીવિક સાધુઓને તપ અલ્પ પ્રકારના હોય છે. આ પ્રકારના પાઠ પકડીને જન જેટલું જ આજીવિક મને સ્થાન આપવું તે આજીવિકા મતને આગળ લાવવાના સાહસનું પરિણામ છે.
બૌદ્ધગ્રંથમાં ગૌશાળા નગ્ન ફરી ટાઢ તડકા સહન કરતે એવા ઉલ્લેખ હેવાથી પ્રભુ મહાવીરની કેટીમાં તેને મુકે તે પણ સાહસ છે. ભલે ગોશાલક નગ્ન ફરી મઢ તડકે સહન કરતે હોય, પરંતુ તેની પાછળ ભાવનાનું ચક્ર જુદુ હતું અને પ્રભુ મહાવીરની પાછળ જુદુ હતું. મહત્ત્વ એ આંતરિક ગુણને અવલખનારી છે. કેવળ બાહ્ય વસ્તુને જ જો અવલમ્બતી છે તે કુતરાઓ પણ નગ્ન ફરી ટાઢ તડકો સહન કરે છે માટે તેને પણ મહત્ત્વનું સ્થાન આપવું પડશે.
લેખકને ગોશાલાની જીવનકથામાં બૌદ્ધગ્રંથ જે પ્રમાણભૂત હોય તે નીચેના બૌદ્ધગ્રંથના પુરાવા પણ લેખકે ટાંકવા જોઈતા હતા. જુઓ બૌદ્ધગ્રન્થ-અંગુત્તર નિકાયના પ્રથમ ભાગમાં મખલિ વર્ગમાં નીચે પ્રમાણે છે –
હે ભિક્ષુઓ, આ અવની ઉપર મિથ્યાષ્ટિ જે બીજો કોઈ અહિતકર પાપી નથી. મિથ્યાદષ્ટિ એ સર્વ પાપમાં શિરોમણિ છે, કારણ કે તે સદ્ધર્મથી વિમુખ રાખે છે. હે ભિક્ષુઓ, આવા મિથ્યાષ્ટિ ઘણું છે. પણ મેઘપુરૂષ ગોશાલક જેવું અન્યનું અહિત કરનાર, હું બીજા કેઇને જેતે નથી. સમુદ્રમાંથી જાળ જેવી રીતે અનેક માછલીઓને દુઃખદાયી અહિતકર અને ઘાતક નીવડે છે, તેવી રીતે સંસારસાગરમાં મેઘપુરૂષ (ભ્રામક–ખલ પુરૂષ) ગોશાલક અનેક જીવોને ભ્રમમાં નાખીને દુખદાયી અને અહિતકર નીવડે છે.”
મનિઝમનિકોયમાં ગોશાળાના આચારના વર્ણનમાંને છેડે ભાગ–
“સત્યક કહે છે કે હે ગૌતમ, કેટલાક માત્ર કાય ભાવનાને સેવે છે, ચિત ભાવનાને નહિ. તે કોણ છે એમ બૌદ્ધે પૂછયું ત્યારે સત્યકે કહ્યું કે નંદવચ્છ કિસસંકિચ્ચ અને મખલિ ગોશાલક આજીવિકાચાર્યો અચેલક છે, આચારમુકત છે. સત્યકે જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે બુધે પૂછ્યું કે હે સત્યક, શું તે લેકે આટલાથી જ સંતોષ પામે છે? સત્યકે જવાબમાં કહ્યું કે હે ગૌતમ, તેમ નથી. તેઓ પાછલથી ખુબ પ્રણીતરસ ભજન જમે છે તેથી તે વેકેની કાયા બળવાનું અને ચરબીવાલી થાય છે.”
આ રીતે બૌદ્ધ ગ્રંથનાં અન્ય વર્ણન છોડી મને ગમતી કેઇક વાત લઇને તેના પર જે ઇમારત બાંધવી તેમાં બુદ્ધિ કેમ નિવાસ કરી શકે.
ચતુર્થ સારાંશને જવાબ–તેજોલેસ્થાને અર્થ લખવામાં લેખકે ગમ્ભીર ભૂલ કરી છે. શરીરમાં કોઈ તેજને ગેળા અલગ મૂકી રાખ્યું નથી કે જેને બહાર Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org