Book Title: Jain Satyaprakash 1939 02 SrNo 43
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 59
________________ અક૭ જેનદર્શનમાં માંસાહારની ભ્રમણ [ ૪૩૩] લગભગ ઈ. સ. ૧૮૦૦માં આચારાંગ સૂત્ર (મૃ. ૨, અ-૧, ૬-૧૦) ને લગતી આ ચર્ચા ઉત્પન્ન થઈ. મંસ અને મચ્છને મુખાર્થ માંસ અને મત્સ્ય થતો હેવાથી એ અર્થ મેં ઈ. સ. ૧૮૮૪માં કરેલા મારા અનુવાદમાં સૂચવ્યા હતા. પરંતુ જૈનેએ આ સામે વાંધો ઉઠાવ્યો અને તેમણે પર્વત્ય પવિત્ર પુસ્તકોનું સંપાદક છે. મેકસમુલરનું ધ્યાન તે તરફ ખેંચ્યું. આથી ભારે અનુવાદ વ્યાજબી હો એ દર્શાવવા મેં એમ સૂચવ્યું હતું કે અત્યારે માંસાહારનો જે તીવ્ર નિષેધ કરાય છે તેવો પ્રાચીન સમયમાં મોટે ભાગે હવે નહિં. પરંતુ મારી આ સૂચના જૈનેને માન્ય થઈ શકી નહિ. વિશેષમાં શ્રીયુત ખીમજી હીરજી કયાનીએ મુંબઈમાં ચાતુર્મા સાથે રહેલા જૈન મુનિવરનું નિવેદન મને પત્રદ્વારા જણાવ્યું. તેમાં તેમણે લખ્યું કે સાધુ કે સાધ્વીએ ભિક્ષાર્થે એવાં ફળો ન લેવાં કે જેમાં મોટે ભાગે છાલ જેવું હોય, અને કદાચ પ્રમાદવશાત્ એવાં ફળો લેવાઈ જાય તે જે ભાગ ન ખાઈ શકાય તેવું હોય તે ભૂમિમાં પરઠવી દેવો જોઈએ. હું ઈ. સ. ૧૯૧૩–૧૪માં હિંદુસ્તાનમાં આવ્યો ત્યારે ઘણે સ્થળેથી મને આ પ્રમાણે કહેવામાં આવ્યું હતું. આ બધાને પૂર્ણ વિચાર કરી એ સંબંધમાં આચારાંગ સૂત્રના ભાષાંતરની દ્વિતીય આવૃત્તિ તૈયાર થતાં તેમાં ઉલ્લેખ કરવા મેં વચન આપ્યું હતું પરંતુ ત્યારબાદ મેં આ ચર્ચામાં ભાગ લીધે નથી કે તેમના કથન સામે વાંધો ઉઠાવ્યો નથી. આજે ફરી આ પ્રશ્ન હું હાથ ધરું છું. ચુસ્ત જેનો તરફથી મંસ અને મચ્છના રચવાયેલા અર્થની સાબીતી માટે તેમના તરફથી સંસ્કૃત સાહિત્યમાંથી કે કોશ માંથી કશું પ્રમાણ રજુ કરાયું નથી. જો કે એ વાત સાચી છે કે ભસ્યફલા અને માંસફલા એ નામની અમુક વનસ્પતિઓ છે, પરંતુ મત્સ્ય અને માંસ એ નામની એ પ્રકારે નોંધ જોવામાં આવતી નથી. જો આ બે શબ્દનો અર્થ ઉપર્યુક્ત વનસ્પતિ કરીએ તે તે અહીં બંધ બેસત થતું નથી. (કારણકે મંસ અને મચ્છ શબ્દો પિચ્છેષણ અધ્યયનમાં પણ નજરે પડે છે, પરંતુ ત્યાં તે તેને અર્થ માંસ અને માછલું થાય છે. પણ માટે કે માંદા માણસને માટે તૈયાર કરવામાં આવતા ભેજન સાથે આને સંબંધ છે. આ પાઠમાં “મકિકકમળ’ શબ્દ હોવાથી મંસ અને મરછને અર્થ કુલને ગર્ભ થઈ શકે તેમ નથી, એ વાત સ્પષ્ટ થાય છે. જેણે આ ભોજન તૈયાર કર્યું છે તે ગૃહસ્થ જૈન જ હોય એમ નથી. તેથી આ માંસ રાંધવાની વાત સાંભળીને અચંબે પામવા જેવું કશું નથી. ૧. “પરિહાર્યમીમાંસા' નામની પુરિતકા જે સંવત્ ૧૫૫માં બહાર પડેલ છે તે તેમને મળેલ નહિ હોય, આમાં કોશ વગેરેનાં પ્રમાણે અપાયાં છે. ૨. મંસ અને મત્સ્ય શબ્દ ઉપરથી માંસફલા અને મત્સ્યફલા વનસ્પતિ લઇ શકાય છે. કારણકે ૧ શબ્દને બાદ કરીને મૂળમાં શબ્દ મૂકવામાં આવ્યા છે. આ વાત અમે પ્રથમ બતાવી આવ્યા છીએ. ૩. દુધપાક, કેળાપાક, બિજોરાપાક વગેરે સ્થળમાં દુધી, કાળા અને બિરાની મુખ્યતા હેવાથી આખી વસ્તુ પણ તે નામથી બોલાય તે રીતે છે ફલના ગર્ભની મુખ્યતાવાળ પર લેવાય તે “મામા ’ શબ્દને અર્થ હટી જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64