Book Title: Jain Satyaprakash 1939 02 SrNo 43
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 61
________________ જનનમાં માંસાહાની જમણા [ પ ]. ખાઈ શકાય અને ઘણે ભાગ તજી દે પડે એ હેય તે પદાર્થ ભિક્ષા તરીક સાધુએ ગ્રહણ કરે નહિ. આ જ હકીકત આ દશમા ઉદેશકના પૂર્વના પાઠેને પણ લાગુ પડે છે. વિશેષમ “મંસ અને “મચ્છ વાળા પાઠની પૂર્વેના પાઠમાં શેરડીના ભાગેને નિર્દેશ છે. “એથી હું ન ભૂલતે હેઉં તે એ મંસ અને મચ્છવાળા પાઠથી શેરડીના જેવા અન્ય પદાર્થોનું સૂચન કરાયેલું છે.” આ પ્રમાણે છે. હર્મન યકેબીના પત્રનો સારાંશ છે. પ્રો. કેબી એક વખત કયા વિચાર પર હતા, છતાં પણ અન્યાન્ય ગ્રંથનું અવલોકન કરતા પિતાના પૂર્વના વિચારે અસમીચીન જણાતા તેથી ખસી જૈન માંસાહાર ન કરે તે વિચાર પર આવ્યા છે. પ્રસ્તુત લેખક પણ સૂક્ષ્મ દૃષ્ટિએ વિચાર કરી શુદ્ધ સનાતન વિચાર પર આવે એ મુદ્દાથી ઉપરના ભાગલને અનુવાદ આપે છે. લેખક એક સ્થળમાં જણાવે છે કે – “પશુને બદલે વનસ્પતિ ખાઓ તે હિંસક મટીને અહિંસક બન્યા એમ તે ન જ કહી શકાય. માત્ર હિંસાના પદાર્થમાં ફેર પડયે. પણ હિંસા તો સરખી જ રહી.” લેખકના આ વિચારે જૈનદર્શન યા યુતિવાદ માન્ય રાખી શકે તેમ છે જ નહિ. આ વિચારે હસ્તિતાપસની માન્યતાને અમુક અંશે મળતા કહી શકાય. તેની પણ એ માન્યતા હતી કે ધાન્યમાં અને પશુમાં સરખી હિંસા હેવાથી અનેક ધાન્યના જીવને મારવા એના કરતાં એક હસ્તીને મારીને ખાવામાં ઓછી હિંસા છે. આ હસ્તતાપસને આદ્રકુમારે યુતિવાદથી પ્રતિબધી માર્ગ પર આયા હતા. આ વાત જૈન સાહિત્ય દીવા જેવી બતાવી રહ્યું છે. વનસ્પતિના બીજની હિંસા અને પાછળની સ્થિતિ કયાં? અને માંસાહારમાં પંચેન્દ્રિયની હત્યા અને જીવ ગયા બાદ તે માસમાં અગણ્ય છની ઉત્પત્તિ કયાં? જનેતરની દષ્ટિએ લેખક જણાવવા માંગતા હોય તે તે પણ માન્ય થઈ શકે તેમ નથી. અહિંસાવાદને માનનાર કેઇ પણ જનેતર એમ કહેવા તૈયાર નહિ જ હોય કે ૧ ઘંઉના દાણામાં અને ૧ હસ્તિની હિંસામાં સરખી જ હિંસા હોય. આ સ્થિતિ છતાં માંસાહારને સિદ્ધ કરવાની ધૂનમાં લેખકે ફાવ્યું તેમ લખી નાખેલ છે. શાસનદેવ તેમને બુદ્ધિ સમર્પે એ ભાવનાપૂર્વક આ લેખને હાલ સમાપ્ત કરવામાં આવે છે. અસ્તુ ! For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64