________________
[૩૨]
શ્રી જૈન સત્ય પ્રકાશ
આબાલગોપાલ પ્રસિદ્ધ છે. પરંતુ વિનયયુકત વિશેષણ, એક ભાગ જે આજ શબ્દ તેની સાથે જોડાતું નથી. કદાચ જોડવામાં આવે તે વિનયવત જે રાજા તેને પુત્ર એવો અનર્થ થઈ જાય. આટલા માટે તાર્કિક પ્રકાંડ ગદાધર ભટ્ટાચાર્યો વ્યુત્પતિવાદમાં નિયમ મૂકેલ છે કે “જાઃ નર્થનતિ ન તુ પાર્થેશન”
એક વસ્તુ એ પણ વિચારવા જેવી છે કે કુકડે એ ગૃહસ્થના ઘરનું પિપટ જેવું પંખી ચા ઉંદર જેવું જતુ નથી, પરંતુ શુદ્ર અને હિંસક લોકોના ઘરનું પંખી છે. રેવતી જેવી શ્રીમન્ત ગાથાપત્નીને ત્યાં કુકડાનું હેવું તે જ પ્રથમ અસંભવિત છે. આ કુકડે શુદ્ધ હિંસક લોકોને ઘેર હોય, ત્યાં પણ જે બિલાડે કુકડાને માર્યો હોય તેણે પિતાને ખાવા માટે મારેલ હોય તે પછી કેમ છોડી દે. કદાચ તે ઘરધણીએ બિલાડી પાસેથી ઝુંટાવી લીધેલ હોય તે તે પણ બીજાને કેમ આપી દે. વળી બિલાડીની એઠી વસ્તુ શુદ્ધ લોકો પણ ન ખાય તે બિલાડે ચુંથેલ, ખાધેલ વસ્તુ રેવતી જેવી ધર્માત્મા શ્રીમન્ત ગાથાપત્નીને ત્યાં તે સંભવે જ શાની? આ બધી વિચારણા કરતાં જણાશે કે માંસાહારને લગતે અર્થ કોઈ પણ સ્થિતિમાં વ્યાજબી નથી, કિન્તુ વનસ્પત્યાહારને લગતા જ અર્થ લેવો ઉચિત છે. વનસ્પતિ અર્થમાં સીધેસીધું ઘટી જાય છે, કારણકે, તેમાં વિરાલિકા નામની ઔષધિથી ભાવના અપાયેલ બિજોરાપાક એ અર્થ લેવામાં આવે છે.
કદાચ એમ પણ કહેવામાં આવે કે આવા બબ્બે અર્થવાળા શબ્દો મૂકી સંદેહજનક રચને કેમ કરી? આના જવાબમાં જણાવવાનું જે પ્રત્યેક જિનાગમ ચાર અનુ
ગમય હોવાથી ઓછામાં ઓછા ચાર અર્થે તો તેમાંથી કાઢવાના હોય છે. આ ચાર અર્થ કાઢવા માટે અમુક અર્થમાં વિશેષ પ્રસિદ્ધિ પામેલા શબ્દોને પગ એપછી પ્રસિદ્ધિવાળા બીજો અર્થ જણાવવા વાપરવા પડે છે. આ વાત સાહિત્યવેત્તાઓ સારી રીતે સમજી શકે તેવી છે. આવા મુદ્દાઓથી આગમ સાહિત્ય ગીતાર્થ ગુરૂની જ જવાબદારીમાં રાખવામાં આવેલ છે. જુએ-“ગુમ હort જે કુત્તરથા સર્વ સૂત્ર અને અર્થે ગુરૂમહારાજની મતિને આધીન છે. ગીતાર્થ ગુરૂની નિશ્રા સિવાય શાસ્ત્રવિરૂદ્ધ સ્વતંત્ર વાંચનારને વિવિધ શંકા, કૂતર્ક અને અનર્થમાં ઉતરવું પડે છે.
આગળ ચાલતાં લેખકે આચારાંગ સૂત્રના દ્વિતીય શ્રુતસ્કંધમાંથી સારરૂપ ૧૭ કલમો ટાંકી છે. આ બીજા શ્રુતસ્કંધમાં માંસવાળાને ત્યાં સાધુ ગોચરી ન જાય એ વાત આવે છે, છતાં લેખકે તેને સંભારી પણ નથી. કારણકે પિતાને માંસાહાર સિદ્ધ કરવો છે તે ઉડી જાય. તથા આ કલમમાં પણ ઘણું વિચિત્ર લખાણ કરેલ છે. પરંતુ લેખનું કદ ઘણું વધી ગયેલ હોવાથી હાલ તે બધી ચર્ચામાં નહિ ઉતરતાં, ૧૩મી અને ૧૭મી કલમ કે જેનાથી લેખક જૈન મુનિઓને માંસાહાર સિદ્ધ કરવાની આશા રાખે છે, તેને જવાબ આપવો ઉચિત સમજાય છે. જો કે આ બે કલમેને પણ જવાબ અનેક રીતે આપી શકાય છે, છતાં તે બધું જતું કરી, એક સમયે આ બે કલમના મૂળ પાઠ પરથી માંસાહાર માનનાર છે. હર્મન યાકોબીએ, ખલના માલુમ પડતા માંસાહાર નહિ પણ વનસ્પત્યાહારને લગતા આ પાઠ છે, એમ જાહેર કરેલ છે, તે જ છે. હર્મન afથકેબીનાથ પત્રને અનુવાદ અહિં દાખલ કરીએ છીએ –
www.jainelibrary.org