Book Title: Jain Satyaprakash 1939 02 SrNo 43
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 54
________________ [૨૮] શ્રી જૈન સત્ય પ્રકાશ ૬૦ ૪ લાવશે. પ્રસ્તુતમાં પણ વિચારગ્રસ્ત છ શબ્દો અનેકાર્થક હોવાથી કો અર્થ લેવો તેને નિર્ણય પ્રકરણદિથી કરી શકાય. આ પ્રકરણમાં આ વસ્તુ વિચારવાની છે. (૧) દેનાર કોણ? (ર) લેનાર કોણ? (૩) કેણે લેવા મોકલ્યા? (૪) શા માટે પ્રસ્તુત વસ્તુ લેવા મેક? દેનાર કેણુ? એના જવાબમાં જણાવવાનું જે પ્રભુ મહાવીરના સમયની સંઘગણન માં ૩૧૮૦૦૦ શ્રાવિકાવર્ગમણે જે બેનાં મુખ્ય અમર નામ છે તેમાંની એક રેવતી નામની પરમ અવિકા છે. જુઓ કલ્પસૂત્ર– "समणस्स भगवओ महावीरस्स सुलसारेवइपामुक्खाणां समणोवासियाणं तिन्नि सयसाहस्सीओ अट्ठारस सहस्सा उक्कोसिया समणोवासियाणं આ રેવતીએ તીર્થકર નામકર્મ બાંધેલ છે, અને આવતી ચોવીશીમાં ૧૭ મા સમાધિ નામક તીર્થંકર થઈ મેલમાં જશે. વળી સતીઓની નામાવળીમાં એનું નામ અગ્રસ્થાને મૂકવામાં આવ્યું છે. આ રેવતી ન તો પિતાને માટે માંસ બનાવે, યા ન તો બીજાને આપે. પરંતુ કેળાપક તથા બિરાપાકનું કરવું અને આપવું તે જ રેવતી માંટે ઉચિત છે. રેવતીએ આ દાનના પ્રભાવથી દેવાયું બાંધી દેવપણું મેળવ્યું હતું એમ ભગવતીજીનું જ પંદરમું શતક બતાવે છે. આથી પણ રેવતી પિતાને ત્યા પરને માટે માંસ કરી યા આપી શકે નહિ, કેમકે માંસાહાર નરકનું સાધન છે. જુઓ ઠાણાંગસૂત્ર " चउहिं ठाणेहिं जीवा नेरइयत्ताए कम्मं पकरेति तंजहा-महारंभयाए महापरिग्गहयाए पंचिंदियबहेण कुणिमाहारेणं ।'' આ પાઠમાં માંસાહાર કરનારને નરકયુબંધ બતાવેલ છે, તથા ભગવતી સૂત્રમાં પણ નાકીના આયુષ્ય એય કાર્મણ શરીર પ્રગબંધના કારણ તરીકે માંસાહારને જણાવેલ છે. ઓધને માટે કરેલ પણ માંસાહાર નરકગમનનું કારણ બને છે જુઓ – भेसज्ज पि य मंस देई अणुमन्नई य जो जस्स । सो तस्स मग्गलग्गो बच्चइ नरयं न संदेहो। ભાવાર્થ–પધ તરીકે પણ જે માંસ આપે ય આપનારને સારે જાણે તે તેના પથને પ્રવાસી હોવાથી મરીને નરકમાં જાય છે, આ વાતમાં જરા પણ સંદેહ નથી. તથા રેવતીએ શુદ્ધ વરતુ દાનમાં આપી તેથી દેવાયું બાંધ્યું એમ ભગવતીસૂત્રનું પન્નમું શતક જણાવે છે. અને માંસ એ શુદ્ધ વસ્તુ હોઈ શકતી નથી. તેને મહા અશુચિ તરીકે વર્ણવેલ છે. જુએ– दुग्गंधं बीभत्थं इंदियमलसंभवं असुइयं च । खइएण नरयपडणं विवजणिज्ज अओ मंसं ॥ આ ગાથામાં માંસને દુધમય, બીભત્સ અને અશુચિય પ્રતિપાદન કરેલ છે. For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64