Book Title: Jain Satyaprakash 1939 02 SrNo 43
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 53
________________ અંક 9 ] જૈનદર્શનમાં માંસાહારની ભ્રમણ તથા જુઓ નાગમ પ્રજ્ઞાપના સૂત્ર___" वेण्टं समंसकडाह पवाई हवंति एगजीवस्य" આના પરની ટીકા પણ જુએ– " वृन्तं समंसकडाहतिं समांसं सगिरं तथा कटाहं एतानि त्रीणि एकस्य जीवस्य भवन्ति एकजीवात्मकान्येतानि त्रीणि भवन्तीत्यर्थः । આ ઉપર જણાવેલ વાડ્મટ તથા સુશ્રુતસંહિતાના પાઠમાં તથા જૈનાગમ પ્રજ્ઞા પના સત્રના પાઠમાં જે “માં” શબ્દ આપેલ છે તેને અર્થ ફલને ગલ સિવાય બીજો થઈ શકતો જ નથી, કારણ કે કેવલ વનસ્પતિને જ અધિકાર છે. આ રીતે વૈદ્યક ગ્રંથમાં અનેક સ્થળે ફલના ગલ અર્થમાં માંસ શબ્દ વપરાયેલ છે. તેવી જ રીતે જૈનાગમમાં પણ આવે છે. માં -માંસ દૃશ વસ્તુ, વૈદ્યક ગ્રંથમાં માંસફલા-રીગણ, વગેરે સ્થલમાં માંસ શબ્દથી માંસ સદશ અર્થ લીધેલ છે. જુઓ શબ્દસમમહાનિધિ– “ मांसफला-खी, मांसमिच कामलं फलं यस्याः । वार्ताक्याम् ।" ઉપર્યુકત વિવાદ ગ્રસ્ત શબ્દોના અનેકવિધ અર્થે ઉપરથી વાચકવર્ગ સહેજે સમજી શકશે કે--આ શબ્દો વનસ્પતિ-આહારને અંગે ઘટી શકે છે, છતાં પણ લેખક આ શબ્દો માંસાહાર અર્થમાં જ પ્રસિદ્ધ છે એમ જણાવી અન્ય અર્થોનો ઈન્કાર કરે છે એટલું જ નહિ કિંતુ સત્ય સાહિત્યના અંગ ઉપર કુઠારાઘાત કરે છે. વિવાદગ્રસ્ત શબ્દો વિવિધ અર્થવાળા છે એ વાતનું સપ્રમાણ નિરીક્ષણ અમે કરાવી ચૂક્યા. આ ઉપરથી યુક્તિવાદને માનનાર તથા શબ્દોના અર્થ કરવાની પ્રણાલિકા અને તેના સાધનને જાણનાર વિવિધ અર્થને ઇન્કાર તો નહિ જ મળી શકે. પરંતુ એક વિચાર અહીં ઉપસ્થિત થાય છે કે આ છ શબ્દમાંથી વનસ્પત્યાહારને લગતે અર્થ જેમ નીકળી શકે છે તેમ માંસાહારને લગતો અર્થ પણ નીકળી શકે છે. તે બેમાંથી કયો અર્થ પ્રસ્તુતમાં લેવો અને યે નહિ, અને તેમાં પણ પ્રમાણે શું? તથા છુટક છુટક અર્થ બેમાંથી ગમે તે વૃક્ષને લગતા લેવાય, પરંતુ સમય વાકયાર્થ તેનો બાધિત અને કોને અબાધિત છે? આના જવાબમાં જણાવવાનું જ યુકિતવાદને અગ્ર સ્થાન આપનાર તરીકે પંકાયેલ તર્કથામાં એ વાત નિર્ણત થયેલ છે કે જ્યાં અનેક અર્થવાળા શબ્દો વપરાયા હોય ત્યાં ક અર્થ લેવો અને ક ન લે તેને નિર્ણય કરાવનાર પ્રાણદિ છે. જેમ સૈધવ શબ્દના બે અર્થ થાય છે અશ્વ અને લવણ, આ બે અર્થવાળા સિન્ધવ શબ્દ વાપરીને કેઈએ કહ્યું કે સૈન્યના સૈધવ લાવ, અહિં શ્રોતા વિચારે છે કે મારે અવ લાવે કે લવણ લાવવું. આ વિચાર આવતા જ તે પ્રકરણ જશે. જે ભજન પ્રકરણ હશે તે લવણ લાવશે અને યાત્રા પ્રકરણ હશે તે અશ્વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64