Book Title: Jain Satyaprakash 1939 02 SrNo 43
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 44
________________ [ ૧૮ } શ્રી જૈન સત્ય પ્રકાશ { વર્ષ ૨ એ રીતે હતાં. ટીકાકારની વ્યાખ્યા પ્રમાણે આ છ દિશાચારા શિથિલ થયેલા, ભગવાનના શિષ્ય હતા. અને ચૂર્ણિકારની વ્યાખ્યા પ્રમાણે પ્રભુ પાર્શ્વનાથના સતાનીયા હતા. આ છ દિશાચરો પૂર્વાવમાંથી ઉદ્ધૃરીને અષ્ટાંગ નિમિત્ત, ગીત નિબધ અને ગાન નિબંધને રચે છે, અને ચારિત્રપતિત હોવાથી શુદ્ધ સ્થાનના અભાવે ગાશાલકને આશરે રહેલ છે. આ સ્થળમાં ગાશાલકે આ છ દિશાચરા પાસેથી અષ્ટાંગ નિમિત્તને અભ્યાસ કર્યાં હતા, એવા ઉલ્લેખ સ્પષ્ટ શબ્દેશમાં નથી. છતાં પણ પૂર્વાપરના પાને આધારે આ અર્થ માનવા જ પડે છે. અત એવ કલ્પસુક્ષ્માધિકા વગેરેમાં નીચે પ્રમાણે જણાવેલ છેઃ 44 त्यव्रतश्रीपार्श्वनाथ शिष्यात् अष्टांगनिमित्तं चाधीत्याहंकारेण सर्वशोहमिति ख्यापयति स्म । " અર્થ ---ચારિત્રપતિત પાર્શ્વનાથના શિષ્યની પાસેથી અષ્ટાંગ નિમિત્તને ભણીને અહંકારથી હું સત્ છું' એવી પ્રસિદ્ધિ ગે!શાલકે કરી હતી. સારાંશ એ આવ્યે કે આ દિશાચરો પાસેથી ગોશાલકે અષ્ટાંગનિમિત્તના અભ્યાસ કર્યો હતો. હવે આ ગોશાલક અષ્ટાંગમહાનિમિત્તના, સામાન્ય માણુસને વિદિતસ્વરૂપાળા નિર્દેશ માત્રથી, સ`પ્રાણ ભૂત જીવ અને સત્ત્વ સમ્બન્ધી, અસત્ય ન હરાવી શકાય એવી, નિમિત્તના વિષયભૂત છ વસ્તુ જણાવે છે. તે છ આ પ્રમાણે છે. (૧) લાભ, (ર) અલાભ, (૩) સુખ, (૪) દુઃખ, (૫) જીવન અને (૬) મરજી. આથી ગેાશાલક શ્રાવસ્તી નગરીમાં જિન નહિ છતાં, જિન તરીકે, અરિહંત નહિં છતાં અરિહંત તરીકે, કેવલી નહિ છતાં કેવલી તરીકે પોતાને ઓળખાવવા લાગ્યા. આ ઘટનાથી શ્રાવસ્તી નગરીમાં ભારે ચર્ચા ઉભી થઈ. જંગી જા ૫૨ લોકોનાં ટાળટાળાં મળી વાત કરવા લાગ્યાં કે હે ભાઇઓ, ગેશાલક પોતાની જાતને જિન તરીકે જણાવે છે તે કઇ રીતે માન્યું જાય ? આ અવસરે શ્રમણ ભગવાન મહાવીર પ્રભુ પધાર્યા. એકવાર શ્રી ગૌતમસ્વામી ગોચરી અર્થે નીક્ળ્યા ત્યારે જનસમૂહના મુખે તેજ વાત તેમણે સાંભળી. આથી તેમણે શ્રીમહાવીર પ્રભુ પાસે સકલ વૃત્તાન્ત નિવેદ્રત કર્યું", અને પૂછ્યું કે ભગવાન, આ હકીકત ક રીતે બની? હું ગોશાલકનું ચરિત્ર જન્મથી આરમ્ભીને સાંભળવા ચાહું છું. ત્યારે પ્રભુ મહાવીરે જણાવ્યું કે હે ગૌતમ, ગોશાલક પેાતાને જિન કહેવરાવે છે, પરંતુ તે હકીકત મિથ્યા છે. આ બાબતમાં હું નીચે પ્રમાણે જાવુ' — * મલિ નામના એક ભખ-ચિત્રા બતાવી આજીવિકા ચલાવનાર ભિક્ષુ હતા. તેને ભદ્રા નામની ભાર્યા હતી. એકા આ ભદ્રા ગર્ભવતી થઈ. આ મખલિ મુખ ચિત્રફૂલકને હાથમાં લઇ ગામેાગામ ચિત્ર બતાવી આજીવિકા ચલાવતા, ગર્ભિણી ભદ્રા સાથે સરવણ નામના સન્નિવેશમાં આવી પહોંચ્યા. ત્યાં ગામઠ્ઠલ નામના બ્રાહ્મણની ગૌશાલાના એક ભાગમાં પાતાની ચીજ વસ્તુ મૂકી, ગામમાં ભિક્ષાટન કરતા, રહેવાનું સ્થાન શેાધવા ગયા. પરંતુ અન્યત્ર સ્થાન નહિ મળવાથી જ્યાં ચીજ વસ્તુ મૂકી હતી ત્યાંજ આવીને રહ્યો. આ અવસરે ગભકાલ પૂર્ણ થવાથી ભદ્રાએ એક પુત્રને જન્મ આપ્યો, અને ગૌશાલામાં ઉત્પન્ન થયેલ હાવાથી તેનુ નામ ગોશાલક રાખ્યું. આ ગાશાલકે પિતાના ધંધામાં પ્રવીણ અને ઉમર લાયક થતાં, તે જ ધંધા શરૂ રાખ્યા. હે ગૌતમ ! મે ૩૦ વર્ષ ગૃહસ્થાવાસમાં પસાર કરી એક દૈવષ્યને લઇને પ્રવ્રજ્યા અંગીકાર કરી For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64