Book Title: Jain Satyaprakash 1939 02 SrNo 43
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 29
________________ “પ્રસ્થાન” સાથેનો પત્રવ્યવહાર અમદાવાદથી પ્રગટ થતા “પ્રસ્થાન' માસિકના ગત કાર્તિક માસના અંકમાં પ્રગટ થયેલ શ્રી ગોપાળદાસ જીવાભાઈ પટેલને મહાવીરસ્વામીને માંસાહાર” શીર્ષક લેખે જૈન સમાજમાં ઠીક ઠીક ઊહાપોહ ઉત્પન્ન કર્યો છે. ફકત લેખના જવાબરૂપે સમિતિ તરફથી પૂજ્ય મુનિ મહારાજ શ્રીવિધાવિજયજી મહારાજને “ભગવાન મહાવીર અને માંસાહાર” શીર્ષ લેખ અમે પરથાન’ના વ્યવસ્થાપક ઉપર મોહ હતો. શરૂઆતમાં આ લેખની પહોંચ સ્વીકાર્યા પછી તેમણે એને “પ્રસ્થાન'માં પ્રગટ કરવાનો ઇનકાર કર્યો છે, અને એ લેખ અમને પાછો મોકલવાની સાથે એક ખુલાસાને પત્ર અમને લખ્યો છે. પત્રકારત્વની દષ્ટિએ આ પત્રમાંના મુદાઓ અમને ધણા જ વાંધાભર્યા લાગ્યા છે. અને તેથી એક બીજે પવ અમે “પ્રસ્થાન'ના વ્યવસ્થાપકને લખે છે. આ અંગે કંઈ પણ ટીકા કરવાનું અત્યારે મેકુફ રાખીને ન જડતાની જાણ માટે એ આખો પત્રવ્યવહાર અમે અહીં પ્રગટ કરીએ છીએ. અમે ઇચ્છીએ છીએ કે જૈન તેમ જ અન્ય પત્રકાર ભાઈઓ આ વસ્તુને નિખાલસ પત્રકારત્વની સેટીએ જ ચડાવે અને આ અંગેનાં પોતાનાં મંતવ્યે પ્રગટ કરી જનતાને માર્ગદર્શન કરાવે -ગ્યવસ્થાપક શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ પત્રવ્યવહાર (૧) (લેખ સાથે સમિતિ તરફથી લખાયેલ પત્ર) જ. . ૧૫૩ અમદાવાદ : ૨૦-૧–૩૮ માનનીય વ્યવસ્થાપક “પ્રસ્થાન' અમદાવાદ, ભાઈશ્રી, પ્રસ્થાન'ના કાર્તિક માસના અંકમાં છપાયેલ શ્રી ગોપાળજીભાઈ પટેલના મહાવીરસ્વામીને માંસાહાર' શીર્ષક લેખ અંગે પૂજ્ય મુનિ મહારાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજ તરફથી કરાચીથી, આપને મોકલવા માટે અમને “ભગવાન મહાવીર અને માંસાહાર' શીર્ષક લેખ મળે છે તે આ સાથે આપને એકલીએ છીએ. આ પ્રશ્ન અતિ અગત્યને છે, એટલે આશા છે કે બીજા પક્ષને ન્યાય આપવા માટે આપ આ લેખ “પ્રસ્થાન'ના આવતા અંકમાં જરૂર પ્રસિદ્ધ કરશે. લેખ અક્ષરે અક્ષર શુદ્ધ છપાય એ માટે ધ્યાન રખાવશો. જે આપને જરૂરી જણાય અને અમને એની વખતસર સૂચના મળે તે અમે એ લેખનું મુફ જોઈ આપીશું. આ લેખ કયારે છેલ્પાશે તે જણાવશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64