Book Title: Jain Satyaprakash 1939 02 SrNo 43
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 33
________________ શ્રી મહાવીર સ્વામીના માંસાહારને શાસ્ત્રીય ખુલાસે લે. મહેપાધ્યાય કાશીવિશ્વનાથ મલ્લાદજી વ્યાસ સાહિત્યાચાર્ય, કાવ્ય-સાહિત્યવિસારદ, મીમાંસા શાસ્ત્રી એસ. એ. એમ. પ્રસ્થાનના કાર્તિક ૧૯લ્પ ના અંકમાં “શ્રી મહાવીર સ્વામીને માંસાહાર નામે લેખમાં (1) જાત ને કબૂતર (૨) મરને બિલાડે (૩) સુવર ને કુકડો અર્થ કર્યો છે, પરંતુ આયુર્વેદમાં તેના નીચે પ્રમાણે અર્થે થાય છે – ૧ વાત એટલે પારાવત. પારાવત નામનું ફળ થાય છે. જુઓ સુશ્રુત સંહિતા અધ્યાય ૪૬, ફળવર્ગ. ૨ માર એટલે ખટાશ, જુઓ વૈક શબ્દસિંધુ. ૩ સુર એટલે ચૌપતીય ભાજી એટલે ચાર પત્તાવાળી ભાજી. જુઓ શાલિગ્રામ નિબંદુ શાકવર્ગ. શ્રી ગોપાલદાસે પ્રાણવાચકના બદલે ઉપરના અર્થો કર્યો છે તે વધારે બંધ બેસત, કારણકે આ ચીજોના ગુણ જોતાં શ્રી મહાવીર સ્વામીના રોગમાં તે અત્યંત ઉપયોગી છે. જુઓ પારાવત ફળગુણ-દાહનાશક, વરનાશક, તથા શીતળ, ચાપત્તીયા ભાજી દાહનાશક, ક્વેરહર, શીતળ તયા મરોધક (દસ્ત બંધ કરનારી). ખટાશ, ભાજીનાં શાક, દહીં નાખીને ખાટાં કરવાનો રિવાજ જાણીતો છે. એટલે ખટાશની જગ્યાએ દહીં લઈએ તે ઝાડાના રોગમાં અત્યંત ફાયદાકારક છે. આવી રીતે આ ચીજો પ્રભુ મહાવીર સ્વામીના રેગની દષ્ટિએ ઉપયોગી છે, એટલું જ નહીં પણ પ્રભુ મહાવીર જેવા આત્માથી પુરૂષ માંસાહાર ન કરે તે દષ્ટીએ ઉપરના અર્થો વધુ બંધબેસતા છે. વધુ માટે મારે “મહાવીર માંસાહારી કે શાકાહારી' નામે લેખ પ્રસ્થાનમાં છાપવા મેકલ્યો છે તે છપાયે જોઈ લે. ઊંઝા ફાર્મસી, ઊંઝા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64