Book Title: Jain Satyaprakash 1939 02 SrNo 43
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 38
________________ [૧૨] શ્રી જન સત્ય પ્રકાશ [વર્ષ : બીજો અર્થ સ્વીકારવામાં આવે તે સૌથી પ્રાચીન ઉપલબ્ધ ટીકાકાર શ્રી હરિભહસૂરિ મહારાજ છે. અને તેમના કરતાં પણ જે પ્રાચીન ટીકાકાર છે તેમનાં વચને હરિભદ્રસૂરિ મહારાજ પોતે જ પોતાની ટીકામાં મૂકે છે. તે સ્પષ્ટ જણૂવે છે કે આને અર્થ અમુક જાતનાં ફળે સમજ. ત્રીજો અર્થ સ્વીકારવામાં આવે છે, જ્યાં બે ટીકાકારનાં વચને હશે ત્યાં શું કરશો? અથવા જ્યાં એક જ ટીકાકારે બે રીતે વ્યાખ્યાન કયી હશે ત્યાં શું કરશો? વસ્તુતઃ ધાર્મિક ગ્રખ્ય હેવાથી, સાધુના આચારને લગતું વર્ણન હેવાથી, વનસ્પત્યાદિનું પ્રકરણ ચાલતું હોવાથી, અમુક જાતનાં ફળ યા અમુક જાતની વનસ્પતિ લેવી તે જ રાજમાર્ગ છે. કવચિત્ ટીકાકારોએ આબાલગોપાલ પ્રસિદ્ધ અર્થ જે જણાવેલ છે તે પણ બાપભેગાદિકને અર્થે ઉત્સર્ગોપવાદની મર્યાદાને આશ્રીને છે. આગળ ચાલતાં લેખક, પ્રભુ મહાવીરને માંસાહાર સાબીત કરવા ભગવતી સૂત્રને સામે રાખી ગોશાલાને પ્રભુ મહાવીર જેવો જણાવવા માંગે છે, એટલું જ નહિ પરંતુ તેથી પણ વિશેષ સ્થાન આપે છે. જુઓ લેખકનાં વચન– શ્રીમદ્ ભગવતી સત્રના પંદરમા શતકમાં આજીવિક પંથના તીર્થંકર ગોશાલક સાથે જૈનતીર્થકર મહાવીરને થયેલા ઝગડાની સુવિરત કથા છે. આજીવિકા સમ્પ્રદાય પણ તે જમાનામાં જૈન બૌદ્ધ કે બ્રાહ્મણ પંથો જેટલું જ મહત્ત્વનું સ્થાન ભોગવતા હતા. એ વસ્તુની કલ્પના બૌદ્ધ સમ્રાટ અશોકે આજીવિક સાધુઓને ગુફાઓ અર્પણ કર્યાના ત્રણ શિલાલેખે મળી આવ્યા છે, તે ઉપરથી આવશે. જેના પ્રમાં જણાવ્યા પ્રમાણે આછવક સાધુએ ઉગ્ર અને ઘોર તપ કરતા તથા જીભની લુપતા છેડી ઘી તલાદિ રસ વિનાને ગમે તે રાક નિપેક્ષપણે ખાઈ લેતા. બૌદ્ધ ગ્રંથમાં જણાવ્યા પ્રમાણે ગોશાલક પણ મહાવીરની પેઠે જ નમ રહીને ટાઢ તડકે સહન કરતે. ગોશાળકને વિશિષ્ટ તપ કરવાથી પોતાના શરીરમાંથી તેજલેશ્યા-તેજને ગોળો બહાર કાઢી સામા માણસ પર ફેંકીને તેને બાળી નાખવાનું સામર્થ્ય પ્રાપ્ત થયું હતું. એ વસ્તુ તે ભગવતી સૂત્ર પણ સ્વીકારે છે. શરૂઆતમાં ગોશાલક તથા મહાવીર સાથે પણ રહ્યા હતા, પરંતુ પછીથી જુદા પડી ગયા હતા. શાલકને મહાવીરની પહેલાં જિનપદ પ્રાપ્ત થયું હતું, અને પિતાના શિષ્ય સમુદાય સાથે જુદો ફરવા લાગ્યું હતું. મહાવીર પણ તેના પછીથી થોડા વર્ષે જિનપદ પ્રાપ્ત કરી શિષ્ય સમુદાય સાથે વિચારવા લાગ્યા. પરંતુ તે બંનેને એક બીજાની જિનપદ પ્રાપ્તિ વિષે અતિસ્પષ્ટ શંકા હતી. અને તે વસ્તુ જ તે બંનેના વિરોધનું મૂળ બની.” ઉપરના કથનમાંથી નીચે પ્રમાણે સારાંશ તરી આવે છે-- ૧ ગોશાલક આજીવિકા મતને તીર્થંકર હતો. ૨ મહાવીરસ્વામીને ગોશાલક સાથે ઝગડે થયાની કથા ભગવતી સૂત્રના પંદરમાં શતકમાં છે. ૩ આજીવિક સમ્પ્રદાય ન બોદ્ધ કે બ્રાહ્મણ પંથ જેટલું જ મહત્વનું સ્થાન ભોગવતું હતું. કારણ કે બોદ્ધ સમ્રા અશકે આજીવિક સાધુઓને ગુફાઓ અર્પણ | Jain Educati_કર્યાના ત્રણ શિલાલેખો મળી આવ્યા છે ત્યાંal જન સંથમાં આજીવિક સાધુના તપનું brary.org

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64