________________
અંક ૭).
જૈનદર્શનમાં માંસાહારની ભ્રમણા
નથી, અને જે પાઠ તેમને મળેલ છે તેમાં પણ અન્ય જ વસ્તુ છે, જે અમો આગળ સવિસ્તર બતાવીશું.
પંચમ સારાંશને જવાબ–મૂલ પાઠમા માંસ અને માછલી શબ્દ જ નથી. કિંતુ મત યા મંત, મ ય ય શબ્દ છે, છતાં માંસ અને માછલી શબ્દ લખવાનું જે સાહસ તે તેમની માંસાહાર સિદ્ધ કરવાની ઉત્કટ અને ભાવનાનું જ પરિણામ છે. પ્રાચીન ટીકાકાર મહારાજે ઉપરના શબ્દો માંસ જ અને માછલી જ અર્થ કરેલ છે એવું જે લખવું તે અલ્પજ્ઞતા યા મતાગ્રહને આભારી છે.
વિદ્યમાન જૈન સાહિત્યમાં સૌથી પ્રાચીન આગમ ટીક ઉપલબ્ધ થતી હોય તે શ્રી હરિભદ્રસૂરિમહારાજની છે. તેઓ પણ પિતાથી પ્રાચીન ટીકાકારના વિચાર જણાવતાં ફળ વિશેષ અર્થ જણાવે છે. જુઓ તેમનાં વચનો—
“ अन्ये स्वभिदधति बनस्पत्यधिकारात् तथाविधफलाभिधाने તથા વાહ...”
અર્થ—અન્ય-બીજાઓ-પ્રાચીન ટીકાકાર વનસ્પત્યધિકારને આ પાઠ હોવાથી તયાવિધ ફળ લેવાનાં છે એમ જણાવે છે.
કદાચ એમ કહેવામાં આવે કે શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ પણ તે અર્થને કેમ વળગી ન રહ્યા? આના જવાબમાં જણાવવાનું જે આ અર્થ શ્રી હરિભદ્રસૂરિ મહારાજને અમાન્ય તે નથી જ, કારણ કે તેનું ખંડન કર્યું નથી તેમજ બહુમાનસૂચક બહુવચનગર્ભિત
જે શબ્દને પ્રવેગ કરેલ છે. હરિભદ્રસૂરિમહારાજે પ્રસિદ્ધ અર્થ જે કાયમ રાખે તેનું કારણ એમ સમજાય છે કે “કુમાનિ સિધ્યત્વે જ દિ વ સાધત” એ કથનને અનુસાર ઉત્સર્ગોપવાદની કુલગુંથણી સામે રાખી પિતાના વિવેચન તરીકે પ્રસિદ્ધ અર્થ જણાવે છે. આ જણાવવાથી બીજો અર્થ માર્યો ન જાય તેને માટે જે કહી તે પણ બતાવી આપે છે. આ ઉત્સર્ગોપવાદની કુલગુંથણમાં અદ્યાવધિ અનેક લેખકે ભૂલાવામાં પડી ચૂક્યા છે. ઉત્સર્ગોપવાદની ફુલગુથણીને કાંઈક ચિતાર અમારી “સમીક્ષાશ્રમાવિષ્કારણું શીર્ષક લેખમાળામાં પ્રથમ આવી ગયેલ છે. તે સ્થળ જેવા અમો પુનઃ પુનઃ સૂચવીએ છીએ.
ષષ્ઠસારાંશને જવાબ–લેખક પિતાના શબ્દોમાં જણાવે છે કે જે સ્થળે કેઈ પણ પ્રાચીન ટીકાકારે માંસ જ અર્થ કરેલ હોય તે સ્થળે તે જ અર્થ અમે કાયમ રાખેલ છે. હવે આ સ્થલમાં લેખકને પૂછવામાં આવે છે કે “કોઈ પણ પ્રાચીન ટીકાકાર એટલે શું?”
૧ અનેક પ્રાચીન ટીકાકારમાંથી મનગમતા એક પ્રાચીન ટીકાકાર ? ૨ અનેક ટીકાકારમાંથી સૌથી પ્રાચીન હોય તે ટીકાકાર ? ૩ એક જ જે પ્રાચીન ટીકાકાર હેય તે?
આમાંથી પ્રથમ અર્થ સ્વીકારવામાં આવે તો આપોઆપ વાત નક્કી થઈ જાય છે. અન્ય પ્રાચીન ટીકાકારે વનસ્પતિ અર્થ બતાવે છે તેને અનાદર કરવામાં અને
અમુકને જ માનવામાં લેખકનો શો મુદો સમાયેલ છે તે જાણવાનું બાકી રહે છે. માંસાJain Educહાર સિદ્ધ થતો બંધ થઇ જાય એ તે નહિ હોય?
For Private & Personal Use Only
www.jainelibrary.org