________________
[૩૮]
શ્રી જેને સત્ય પ્રકાશ
ઉપરના આચારાંગના પાઠનો સારાંશ એ છે કે બહટકમય મર્યો કે બહુ અસ્થિમય માંસ મળે તે સાધુ સાધ્વીઓ લેવું નહિ, અને એવી રીતે બહુ કંટકમય મત્સ્ય કે બહુ અસ્થિમય માંસ આપનાર ગૃહસ્થને કે ગ્રહસ્થિનીને નિષેધ કરો, અને કેવળ અસ્થિ કંટક સિવાયનું મસ્ડ કે માંસ માંગવું. તેમ છતાં તે જે જબરજસ્તીથી પાત્રમાં નાખે તે આરામમાં કે ઉપાશ્રયમાં ગમે ત્યાં એકાન્તમાં જઈને માંસ ને ભસ્યને ઉપભોગ કરીને કાંટા તથા હાડકાં કોઈ બાળેલી જમીન પર, હાડકાંના ઢગલા પર, કાટ ખાઈ ગએલા જૂના લેઢાના ઢગલા ઉપર અથવા એવી નિર્દોષ જમીન ઉપર જગ્યા સાફ કરીને સંયમ પૂર્વક મૂકવાં.
ઉપરની દશવૈકાલિકની ગાથાઓને અર્થ એ છે કે
“બહુ અસ્થિમય માંસ, બહુ કંટકમય મત્સ્ય, અસ્થિવૃક્ષફળ, બિલ્લીપત્રનું ફળ, શેરડી, શાલ્મલી-આવી જાતના પદાર્થો જેમાં આવતો ભાગ છે અને ફેંકી દેવાને ભાગ વધારે હોય તે આપનારીને “તે મને એગ્ય નથી' એમ કહીને નિષેધ કરે.'
- જન સૂત્રોના માંસાહારના સમર્થનમાં માત્ર આ જ પાછો આગળ કરવામાં આવે છે.
સૌથી પહેલી બાબત તો એ છે કે-આવા પાઠોના અર્થ કરતી વખતે આગળ પાછળના અધિકારને પ્રસંગ જોવાની ખાસ જરૂરત છે. જૈન સૂત્રો માંસાહારને માટે સન્તમાં સખ્ત રીતે નિષેધ કરતાં હોય અને અધ્યાપક કોસંબીના કહેવા પ્રમાણે જે જૈન શ્રમણે પિતાથી પક્ષ થએલી હિંસાને પણ હિંસા માનતા હોય, તે જૈન શ્રમ માંસ થા માછલી સ્વીકારે એ બિલકુલ અસંભવિત વાત છે.
ધ્યાનમાં રાખવું જોઈએ કે આ એક અપવાદિત પ્રસંગ છે. એટલે કે ઈ મહા વિકટ પ્રસંગમાં આ વસ્તુઓ ગ્રહણ કરવા માટે લખ્યું છે. વિધિ નથી અપવાદ છે. અને તે પણ બહાર પરિગને માટે, શરીર ઉપર લગાવવાને માટે, ખાવાને માટે નહિ.
લેખક ટીકાઓને માન્ય રાખતા હેઈ ટીકાકારના આ શબ્દો ઉપર તેમને જરૂર ધ્યાન આપવું ઘટે છે –
“ यस्य चोपादानं कचित् लुताद्युपशनार्थ सद्वैद्योपदेशतो वा बाधपरिभोगेन स्वेदादिना, ज्ञानागुपकारत्वात, फलयद् दृष्टं, भुजिश्चात्र बहिः परिभोगाथै, नाभ्यवहार्थेि, पदातिभोगवत् ।"
અત કયારેક ભૂતાદિ રોગની શાંતિ માટે કુશળ વૈદ્યના આદેશથી બહાર લગાડવાને માટે માંસ-મસ્ય ગ્રહણ કરે, પરંતુ તે ખાવાને માટે નહિ. અહિં ભુજ' ધાતું પરિભગ અર્થમાં છે. જેવી રીતે કે “પદાતિભેગ' આદિ શબ્દોમાં “ભુજ ' ધાતુને અર્થ “ખાવું' એ નહિ પણ કામમાં લેવું-લગાવવું એ ગ્રહણ કરવાને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org