________________
[૮૮ છે
શ્રી જેન સત્ય પ્રકાશ
[વર્ષ :
महारंभयाए महापरिग्गहयाए कुणिमाहारेणं पंचिदियवहेणं नेहया. उयकम्मा सरीराप्पयोगनामाए कम्मस्स उदएण नेरइयाउयकम्मा सरीरे जाव पयोगबन्धे।'
આ જ વસ્તુ ઠાણુગસૂત્રને ચેથા દાણામાં પણ બતાવવામાં આવી છે–
'चउहि ठाणेहि जीवा रइयत्ताए कम्म पक्रंति तं जहा-महारंभयार महापरिग्गहयाए पंचेन्दियवहेणं कुणिमाहारेणं ॥"
આવી રીતે માંસાહારને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પાપ, નારકીના આયુષ્યને એગ્ય કર્મ બધન કરાવનારું પાપ જે જૈન સૂત્રમાં બતાવવામાં આવ્યું છે, તે જૈન સૂત્રો માંસ હણને આદેશ આપે અથવા માંસગ્રહણનું ઉદાહરણ પૂરું પાડે એ કલ્પનામાં આવી શકે એવી વસ્તુ નથી.
ભગવાન મહાવીર અને તેમના સાધુઓ ચુસ્ત અહિંસાના ઉપાસક અને પ્રકાશક હતા એ વાત અધ્યાપક કૌસંબીજી પણ સ્વીકારે છે. તેમણે પોતાના માંસાહાર સંબં. ધીના લેખમાં લખ્યું છે કે
તે જ પ્રમાણે પિતાથી પક્ષ કે અહેતુપૂર્વક થએલી હિંસા, એ હિંસા નથી, એમ બુદ્ધ ભગવાન કહેતા. દાખલા તરીકે આપણે દીવો કરીએ અને તેના ઉપર પડીને જીવડાં મરી જાય છે તે હિસા નથી, એમ તેમનું કહેવું હતું. તે ઉપરથી જન શ્રમણે પણ તેમને નાસ્તિક (અક્રિયાવાદી) કહેતા.”
આને અર્થ જ એ છે કે પક્ષમાં થતી હિંસાને પણ જેને હિંસા તરીકે માનતા આવ્યા છે. જૈન સાધુઓ બીજાના ઘરનું આમંત્રણ સ્વીકારવાને પણ તૈયાર નહોતા અને નથી, અને સાધુને માટે તૈયાર કરેલું અન્ન, એને પણ નિષિદ્ધ ગણતા અને ગણે છે. કારણકે તૈયાર કરતી વખતે અશ્ચિને લીધે ડી ઘણું પણ હિંસા થાય, તેમાં અનુમોદન આપ્યાં જેવું થાય. એટલા માટે તેને સ્વીકાર ન્હોતા કરતા, અને અત્યારે પણ નથી કરતા. આટલી બધી વ્યાપક અહિંસા મહાવીર અને તેમના અનુયાયીઓ માને છે” એવું વિદ્વાન લેખક સ્વીકારવા છતાં, મહાવીરે માંસ ગ્રહણ કર્યું હતું એવા અર્થ તરફ લઈ જવા પ્રયત્ન કરે છે, એ બહુ આશ્ચર્ય ઉત્પન્ન કરે છે.
માંસ નહિ ગ્રહણ કરવાનું શું કારણ છે? એ કારણ તરફ અને તે સંબંધી જૈન શાસ્ત્રમાં આપેલા પાઠ તરફ ધ્યાન આપવામાં આવે તે પણ એ સ્વીકાર્યા વગર ન રહી શકાય કે ભગવાન મહાવીર કે તેમના સાધુઓ પણ માંસ ગ્રહણ કરી શકે નહિ.
સૌથી પહેલાં તે કોઈ પણ જીવના મર્યા વિના માંસ ઉત્પન્ન થતું નથી, અને બીજું કોઈ પણ સ્થિતિમાં માંસ નિર્જીવ હોતું નથી. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્રના” ત્રીજા પ્રકરણમાં કહે છે કે
सद्यः सम्मूर्छितानन्तजन्तुसन्तानदृषितम् ।
नरकाध्वनिपाथेयं कोऽश्निथात् पिशितं सुधीः ॥ ३३ ॥ અર્થાત જીવના નાશ સમયે જ જેમાં અનન્ત જીવ ઉત્પન્ન થાય છે, એવા દૂષિત માંસનું કયે બુદ્ધિશાળી ભક્ષણ કરે ? કે જે માંસ નરકના માર્ગમાં ભાતારૂપ થાય છે.
www.jainelibrary.org
For Private & Personal Use Only
Jain Education International