________________
અંક ૭ ]
ભગવાન મહાવીર અને માંસાહાર
[૭૦]
ભાવ હિંસા કે પરમાર્થ હિંસા નથી. કારણ એ હિંસામાં આત્માને કઈ હિંસકભાવ નથી. વિષય કષાયથી વિરક્ત રહેતાં કદાચિત્ કઈ હિંસા થઈ જાય, તે પણ તે હિંસાના દોષી ન કહેવાય. વ્યવહારમાં પણ આનાં અનેક ઉદાહરણ આપી શકાય છે.
પિતા પુત્રને તેના હિતની ખાતર તાડન તર્જન કરે, અથવા ગુરુ શિષ્યને સંયમની રક્ષા કરવા માટે કોઈ વખત ઠપકો આપે છે તેથી કરીને પિતા કે ગુરૂ હિંસાજન્ય પાપ કરે છે એમ ન કહી શકાય. એટલું જ શા માટે? એક ગૃહસ્થ પિતાના મિત્રને ત્યાં જાય, મિત્રના નાનકડા બાળકને-રમાડતાં અકસ્માતું બાળક હાથમાંથી પડી જાય અને કદાચ મરી જાય, તે તેથી તે માણસ બાળકને ખૂની નહિ કહેવાય. કારણકે તેને અભિપ્રાય-તેના મન:પરિણામ બાળકને મારવાના નહિં હતા. આથી ઉલટું એક માણસ કોઈ માણસનું ખૂન કરવા ખુલ્લી તરવાર લઈ પાછળ પડે અને તે તેનું ખૂન કરે તે અગાઉ જ પોલીસ તેને પકડી લે તે જો કે તેણે ખૂન નથી કર્યું, છતાં ખૂની તરીકે જ તે ગુન્હેગાર ગણાશે. અને તેને પાપ રૌદ્ર પરિણામ ઘેર હિંસાનું લાગશે, કારણ કે પુણ્ય-પાપ-શુભ-અશુભ કાર્યને મુખ્ય આધાર મન ઉપર છે. ક્રિયા એક સરખી હોવા છતાં, તે જ ક્રિયાથી એક માણસ આદર પામે છે, શુભ કર્મ ઉપાર્જન કરે છે જ્યારે બીજો માણસ સજા પામે છે–પાપબંધન કરે છે. રેગીને સાર કરવા ડાકટર કલેરેકર્મ સુંઘાડે છે,
જ્યારે કઈ ચોર કોઈ માણસની મિલ્કત લૂંટી લેવા માટે કરેફે સુંઘાડે બને ક્રિયા એક સરખી હોવા છતાં મનને અભિપ્રાય જુદો જુદો હોવાથી એક પ્રશંસનીય છે, બીજે ગુન્હેગાર છે. એક વધુ ઉદાહરણ જુઓ. એક માણસ એક વખત પોતાની સ્ત્રીને આલિંગન કરે છે તે જ માણસ બીજે સમયે પોતાની પુત્રી, બહેન યા માતાને આલિંગન કરે છે. આલિંગનની ક્રિયા એક સરખી હોવા છતાં બન્ને વખતના આલિંગનમાં મનનાં પરિણામો જુદાં જુદાં પ્રકારનાં છે, અને તેથી વયવહારિક દૃષ્ટિએ જેમ ભેદ છે તેમ શુભાશુભ કર્મની દૃષ્ટિએ પણ ભેદ છે. એટલા જ માટે ગીતામાં કહ્યું –
योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रिय:। सर्वभूतात्मभूतात्मा कुर्वन्नपि न लिप्यते ॥
યોગમુક્ત, વિશુદ્ધાત્મા, વિજિતાત્મા, જિતેન્દ્રિય અને સર્વ ભૂતેમાં આત્મબુદ્ધિ રાખનાર કર્મ કરવા છતાં પણ તેનાથી અલિપ્ત રહે છે.
આવી રીતે “ધર્મરત્નમંજૂષા ” ગ્રન્થમાં કહ્યું છે– नं नहु भणिओ बन्धो जीवस्स बहेवि समिइगुत्ताणं । માથો તલ્થ પ્રમાણે જ પ્રમાણ વયવ છે (પૃ. ૩૨)
પાંચ સમિતિ અને ત્રણ ગુપ્ત પાલન કરનાર મહાવ્રતધારી સાધુઓને કદાચિત કઈ જીવને વધ થઈ જાય, તે પણ બંધ નથી થતું, કારણ કે કર્મ બંધનમાં માનસિક ભાવ કારણભૂત છે,-કાયિક વ્યાપાર નહિ. & Personal Use Only
www.jainelibrary.org