Book Title: Jain Satyaprakash 1939 02 SrNo 43
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 16
________________ [ ૩૦૦ ] શ્રી જન સત્ય પ્રકાશ [વર્ષ ૪ આ વસ્તુને જો તેઓ સમજ્યા હોત તે પૃથ્વીકાયાદિ એકેન્દ્રિય જીવોને અને વનસ્પતિ તથા જાનવરને એક સરખા ન ગણત. લેખક કહે છે કે-વારંવાર શરીર પ્રાપ્ત કરાવનાર કર્મના ક્ષયમાં જ જે પ્રયત્નશીલ થવાનું શરૂ કરવામાં આવે તે હિંસામાંથી અહિંસામાં એક પગલું ચોક્કસ ભર્યું કહેવાય.” પરંતુ લેખક ભૂલે છે કે કર્મક્ષયને પ્રયત્ન કરવા માટે જ જીવહિંસા ત્યાગવાની છે. જેટલે જેટલે અંશે હિંસાને ત્યાગ થાય છે, તેટલે તેટલે અંશે સંયમની પાલન અને આશ્રવને રેપ થાય છે. સાધુ વિહાર કરે કે ગોચરી જાય, દરેક ક્રિયામાં લેખક હિંસા જરૂર જોઈ શકતા હશે. પરંતુ હિસાજન્ય કર્મનું બંધન ઉપગ પૂર્વક ક્રિયા કરનાર સાધુને થતું નથી, એ વાત પણ તેમણે ભૂલવી જોઈતી નથી. कहं चरे कुहं चिढे कहमासे कई सये । कह भुंजन्तो भासन्तो पावं कम्मं न बंधइ ॥ કેવી રીતે ચાલવું? કેવી રીતે ઉભવું? કેવી રીતે બેસવું? કેવી રીતે સવું ? કેવી રીતે ખાવું અને કેવી રીતે બોલવું કે જેથી પાપ કર્મ ન બંધાય ? શિષ્યના આ પ્રશ્નના ઉત્તરમાં ગુરુએ જે એક માર્ગ બતાવ્યો, તે ખૂબ ધ્યાનમાં રાખવા જેવો છે जय चरे जयं चिट्टे जयमासे जयं सये। नयं भुजस्तो भासन्तो पावं कम्मं म बंधइ ।। યતનાથી ચાલે, યતનાથી ઉભા રહો, યતનાથી બેસે, યતનાથી સૂએ, તેનાથી ખાઓ અને યતનાથી લો જેથી પાપ કર્મ ન બંધાય. સંયમની રક્ષામાં ઉપયોગ એ પ્રધાન ચીજ છે. સંયમના નિર્વાહ માટે શરીરન નિર્વાહ અને શરીરના નિર્વાહ માટે બ્રાહ્ય ક્રિયાઓ જરૂરની છે. અને ક્રિયામાં કર્મ રહેલું જ છે. જ્યાં ક્રિયા છે ત્યાં કર્મ છે. પરંતુ કર્મનું બંધન અંતઃકરણ-મનના પરિણામ ઉપર આધાર રાખે છે. એટલા માટે કહેવામાં આવ્યું છે કે-ઉપગે ધર્મ, ક્લિાએ કર્મ અને પરિણામે બંધ છે. શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે, ચાલવાની અને બીજી બધી ક્રિયાઓ સાધુ ઉપયોગ પૂર્વક કરે છે, સંયમના રક્ષણ માટે કરે છે, તે તેને બંધ નથી કારણ કે એ ક્રિયાએ અનિવાર્ય છે, અશકયપરિહાર્ય છે. પરંતુ આવી ક્રિયા સાધુ કરે છે એટલે તેને હિંસાનું પાપ લાગે છે એ માનવું નિતાઃ અજ્ઞાનતાનું સૂચક છે. આવું માનનારા સૌથી પહેલાં તો જૈન શાસ્ત્રમાં બતાવેલ સ્થૂલ અહિંસા, સૂક્ષ્મ અહિંસા દ્રવ્ય અહિંસા, ભાવ અહિંસા, વરૂપ અહિંસા, પરમાર્થ અહિંસા, દેશ અહિંસા, અને સર્વ અહિંસાઈત્યાદિ અહિંસાના ભેદેને, અને હિંસા-અહિંસાની વ્યાખ્યાને જ સમજ્યા નથી. યપિ એ વાત સાચી છે કે મુનિઓને પણ ચાલવાની. ખાવાની, પીવાની, બોલવાની વગેરે ક્રિયાઓ કરવી પડે છે, અને તેમાં સૂક્ષ્મ જીવહિંસા થાય છે, પરંતુ તેમને આત્મા હિંસાના સંકલ્પ વિકલ્પથી દૂર રહેવાને કારણે તેનાથી અલિપ્ત રહે છે. શ્રમના શરીર માત્રથી થવાવાળી હિંસા દ્રવ્ય હિંસા કિંવા સ્વરૂપ હિંસા કહેવાય છે 'WW For Private & Personal use only Jain Education International

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64