________________
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ જ
હારમાં પણ એવા ઘણા શબ્દ છે કે જેના જુદા જુદા અર્થે થાય છે. “રાવણ દશાનનનું નામ છે, તેમ “નંદુક” ફળનું પણ નામ છે. “પતંગ' ચાર ઇન્દ્રિયવાળા છવનું નામ છે અને મહુડાનું પણ નામ છે. “તાપસપ્રિયા’ તાપસની સ્ત્રીનું નામ છે, તેમ “કાક્ષા નું પણ નામ છે. “કચ્છપ’ એ કાચબાનું નામ છે, તેમ “નંદિત્રીણિ' વૃક્ષનું પણ નામ છે. “ગાજી’ ગાયની જીભનું નામ છે, તેમ ગોબી'નું પણ નામ છે. “માંસલ' અતિપુષ્ટનું નામ છે, તેમ “કાલીંગડા'નું પણ નામ છે. “બિમી’ સર્ષવિશેષનું નામ છે, તેમ “કંડૂરી” નામના શાકનું પણ નામ છે. “ચતુષ્પદી” ચાર પગવાળાને કહે છે, તેમ “ભીંડાનું પણ નામ છે. આ બધા શબ્દો એવા વિચિત્ર છે કે ઉપલક દૃષ્ટિએ જોતાં ઘણા માણસો અર્થને અનર્થ કરી નાખે, પરંતુ પ્રસંગ અને પરિસ્થિતિઓને ખ્યાલ કરીને જ શબ્દોના અર્થો કરવા જોઈએ.
ભિન્ન ભિન્ન પ્રાંતની ભાષાઓમાં પણ એવા શબદો ભરાએલા છે કે એક જ શબ્દ એક દેશમાં એક અર્થમાં વપરાય છે, તો તે જ શબ્દ બીજા દેશમાં બીજા અર્થમાં વપરાય છે.
પંજાબને કોઈ વાણિ ગુજરાતમાં આવીને એમ કહે કે “હમ લોગ કુકડી બહુત ખાતે હૈ,' તે ગુજરાતને વાણિયે કંડ જ થઈ જાય. એને શી ખબર કે પંજાબમાં મકાઈને કુકડી કહેતા હશે? ગુજરાતને વાણિયો માળવામાં જઈને કઈ ચણાના ખેતરમાં ઉભેલી બાઈને કહે કે “બાઈબે આનાના પોપટા આપ’ તો તે વાણિ પેલી બાઈની પાસેથી પિપટાના બદલે પાંચ પાંચ શેરની ગાળો જ મેળવે છે. એને શી ખબર કે માળવામાં પિપટા શબ્દ કેઈ બિભત્સ-ખરાબ અર્થમાં વપરાતે હશે.
પચ્ચીસ વર્ષ ઉપર મગધ દેશમાં ભગવાન મહાવીરના મુખથી ઉચ્ચરાએલા શબ્દ અથવા તે દેશમાં હજારો વર્ષ ઉપર તે દેશની ભાષામાં લખાએલાં સૂત્રોને આપણે અત્યારની ભાષામાં વપરાતા શબ્દો તરીકે અર્થ કરીએ એ કયાં સુધી બંધબેસતું થાય એ બહુ વિચારવા જેવું છે. એ સુત્રોના અર્થ કરતી વખતે આપણે ઘણી બાબતનો ખ્યાલ રાખવો ઘટે છે.
મન, વચન, કાયાથી અહિંસાનું સંપૂર્ણ પાલન કરનાર અને જગતને તેને સંદેશ સંભળાવનાર ભગવાન મહાવીર પિતાને માટે જાનવરોનું માંસ મંગાવે એ કલ્પ નામાં આવી શકે ખરું?
શ્રીયુત પટેલ આગળ જતાં પિતાના લેખમાં હિંસા વિના સાધુનું જીવન પણ ટકી શકે નહિ એમ બતાવી છ કાયના છ પૈકી અમુક કાયના જીવોની હિંસા સાધુએથી પણ થવાની જ એમ પતિપાદન કરે છે, પરંતુ તેઓ પોતે જ ચોથા પ્રકરણના ચાથા પેરેગ્રાફમાં એ વાત કબુલ કરે છે કે –
મહાવીરસ્વામીએ આ રથળે વિચાર્યું કે ગૃહજીવનને સદંતર ત્યાગ કરી માત્ર ભિક્ષા ચર્યાથી જીવવામાં આવે, તે જ ઓછામાં ઓછી પ્રવૃત્તિ અને તે દ્વારા ઓછામાં
Jain Education internatiolla"
"
"
rivate
Persohall
www.jamelibrary.org