Book Title: Jain Kavya Dohan Part 01 Author(s): Mansukhlal R Mehta Publisher: Mansukhlal Mehta Mumbai View full book textPage 7
________________ સ્વસ્થ શ્રી ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ, આદ્યતંત્રી, “ગુજરાતી.” ગુર્જર સાહિત્ય સૃષ્ટિમાં આપનાથી ઘણુ વિદ્વાને ભિન્ન ભિન્ન અભિપ્રાય ધરાવે છે. છતાં આપનાથી વિમુખદષ્ટિધારકને પણ નિર્વિવાદ રીતે પિતાના અંતઃકરણને વિષે સ્વીકારવું જ પડે છે કે, ગુર્જર સાહિત્યક્ષેત્રના ખેડાણમાં આપને હિસ્સો અગ્રપદ ધરાવે છે.–ને સાહિત્યના પ્રચાર વિભાગમાં તે આપનો ફાળો કદાચ સા કરતાં વધી જાય તેમ છે. આપના સામાજીક વિચારેની જે નીતિ આપના પત્રમાં રહી હતી તે મને સર્વ દેશે સન્મત નડતી વળી આપના પત્રની અને આપની સાહીત્ય નીતિ ( Policy)મને, બીજાઓની પેઠે લાંબા વખત સુધી એમ લાગેલી કે તે જનથી પ્રતિકૂળ છે. આપના અને મારા જાતપરિચયમાં સામાજીક નીતિ વિષે ઉડાહ થ નડતા એટલે આપની તે વિષયક નીતિ માટે મારે અભિપ્રાય બીજી રીતે ફેરવવા એગ્ય છે કે કેમ એને નિર્ણય ન થઈ શક્યો, પરંતુ જનસાહિત્યની આપની અને આપના પત્રની પ્રતિકૂળ નીતિના સંબંધીની માનીનતા મને આપના જાતપરિચય પછી ફેરવવા યોગ્ય લાગી, એટલે સુધી ફેરવવાયેગ્ય લાગી કે, આપ જૈન સાહિત્ય વિરૂદ્ધ તે નથીજ પરતુ જૈન ગુર્જર સાહિત્યને ગુર્જર સાહિત્યના બળવાન અંગ તરીકે માનનારાઓમાંના આપ એક છે. ગુજર જનસાહિત્યના પ્રકાશનની સાથે જનેતર સાહિત્ય ઉપાસકોના નામ જોડવામાં મને એ કારણથી પ્રેમ ઉપજે છે કે, જનેતર સાહિત્યના ઉપાસકેએ જન સંતાનોને તેના બહોળા સાહિત્યનું ભાન કરાવ્યું છે. આમ હોઈ મારા તરફથી પ્રગટ થયેલ પ્રાચીન ગુર્જર જૈનકાવ્યના સગ્રહરૂ૫ રાયચદ્ર જેને કાવ્યમાળા” ગુચ્છક ૧ લાની સાથે સગત ગોવર્ધનરામભાઈનું નામ જોડયુ હતુ. તેનાજ રજા ગુચ્છકની જોડે સાક્ષરશ્રી કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીનું નામ જોડાયું છે આ ત્રીજા પ્રયત્નરૂપ “જૈન કાવ્યદેહને” ની સાથે આપનું નામ જોડું છું–ખાસ કરીને એટલા માટે કે આપના બહત કાવ્યદેહને આ જન કાવ્યદેહનની પ્રકટતા ઉત્પન્ન કરવા મને લલચાવેલ છે. મનસુખલાલPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 733