________________
( ૩ નિર્મળ શ્રદ્ધાનકર, રૂપજ છે. એમાં સંશય નથી. સમકિતવંત જીવના હાથમાંજ ચિંતામણિ રત્ન છે, તેના આંગણામાંજ કલ્પવૃક્ષ ઉગ્યું છે. અને કામધેનુ તે તેની સહચારિણુજ છે. જે સમ્યકત્વ ભૂષણથી ભૂષિત છે તેને જ મુક્તિ કન્યા વરનારી છે. સ્વર્ગ લક્ષ્મી તે તેને સ્વયં આવી મળે છે, અને રાજલક્ષ્મીનું તે કહેવું જ શું? સમકીતવંત છવ સર્વ રીતે સુખી જ થાય છે. સમકિત દષ્ટિ જીવ ત્રણે ભુવનમાં ગમે ત્યાં પૂજનિક થાય છે અને સમકિત ગુણ વિનાને તે પગલે પગલે નિંદાપાત્ર બને છે. ૨૨
વીતરાગ પ્રભુનાં એકાંત હિતકારી વચનનું સાવધાનપણે શ્રવણ કરીને તેમાં કૃત્યાકૃત્ય, ત્યાજ્યત્યાજ્ય અને હિતાહિતના નિર્ણયપૂર્વક શ્રદ્ધા-આસ્તા બેસવી તેનું નામ સમકિત છે.” શંકા, કંખા, ફળ સંદેહ, મિથ્યાત્વિની પ્રશંસા, અને તેને પરિચય એ પાંચ દૂષણે સમકિતવંતને દૂર કરવાનાં છે. અને શુદ્ધ દેવગુરૂ તથા ધર્મ-તીર્થની ભક્તિ પ્રભાવનાદિક ઉત્તમ ભૂષણે તેણે યત્નથી ધારણ કરવાનાં છે. શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને, આસ્તિકતા રૂપ પાંચ લક્ષણ પણ સમકિતવંત જીવમાં અવશ્ય હાવાં જોઈએ. એટલે કે અપરાધિ ઉપર પણ ક્ષમા, અવિકારી એવા મેક્ષ સુખની અભિલાષા; સંસારથી વિરક્તતા, દુઃખી ઉપર દયા અને વીતરાગના વચનની પૂર્ણ પ્રતીતિ એથી સમકત ઓળખાય છે.” એમ સમજીને હે ભદ્ર! તું સકલ સુખનું નિધાન, ધર્મવૃક્ષનું બીજ, ભવનિધિ પાર પમાડનારું પિત, ભવ્યતાવંતને જ પ્રાપ્ત થનારૂં, પાપ તરૂનું ઉચ્છેદનારૂ અને જ્ઞાન-ચારિત્રનું મૂળ એવું સમકિત સકલ કુધર્મના ત્યાગપૂર્વક તું અંગીકાર કર. ૨૩