________________
આ લેખ વાંચતાં જુદાં જુદાં દર્શને અને ધર્મોને પોતામાં સમાવતી વ્યાપક ભારતીય સંસ્કૃતિની અખંડતાનું અને જુદા જુદા સંસ્કૃતિપ્રવાહો, પિોતપોતાની જુદાઈને જાળવવા છતાં, એકબીજા ઉપર કેવો પ્રભાવ પાડતા રહ્યા છે, તેમ જ એકબીજાથી કેવા પ્રભાવિત થતા રહ્યા છે એનું એક આદુલાદક ચિત્ર હૃદય સામે ખડું થાય છે. ક્યારેક ક્યારેક વળી કેાઈ સાંસ્કૃતિક ખામી તરફ પણ દૃષ્ટિ પહોંચી જાય છે.
આમાંથી જૈન દર્શન, ધર્મ અને સંસ્કૃતિ અંગે ઘણું ઘણું જાણવાનું મળશે, એ જિજ્ઞાસુઓ અને સત્યપ્રેમીઓને માટે વિશેષ લાભની વાત છે. આમાં કેટલીક બાબતો સાવ નવી જાણવા મળતી હોય એવી લાગશે; કેટલીક આપણી જૂની જાણકારીનું પરિમાર્જન કરતી હોય એવી લાગશે; અને કઈ કઈ બાબત તે વળી દૃઢ થઈ ગયેલી માન્યતાને આઘાત કે આંચકો આપનારી પણ લાગશે. જે સત્યના ખપી થવું હોય અને અજ્ઞાન, અંધશ્રદ્ધા અને અહંકારના દૂષણોથી મુક્તિ મેળવવી હોય, તે આવી પ્રક્રિયામાંથી પસાર થયા વગર તેમ જ સત્યશોધકની નિર્મળ દૃષ્ટિએ અભ્યાસ કર્યા વગર ન જ ચાલે. આ દષ્ટિએ જૈન ધર્મ અને દર્શનનું વિશિષ્ટ જ્ઞાન મેળવવા માટે આ પુસ્તક એક પાઠ્યપુસ્તકની ગરજ સારે એવું છે. આથી વિશેષ તો આ લેખે પોતે જ પિતાને વિષે કહે એ જ બરાબર છે.
મારા મિત્ર ભાઈ શ્રી કાંતિભાઈ કારાએ આ કામ મને સંપીને અપસ્વ૯૫ પણ વિદ્યાવિનોદ માણવાની જે તક આપી છે તેની સાનંદ નોંધ લઈને આ કથન પૂરું કરું છું.
માદલપુર, અમદાવાદ-૬ રાષ્ટ્રીય મહાપર્વ ૧૫મી ઓગસ્ટ
સને ૧૯૬૫
રતિલાલ દીપચંદ દેસાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org