________________
જૈનધર્મ અને બૌદ્ધધર્મ
અહીં જૈનધર્મ એટલે મહાવીર ભગવાને પ્રરૂપેલ ધર્મ અને તેનું સ્વરૂપ અને બૌદ્ધધર્મ એટલે ભગવાન બુદ્ધે બતાવેલ માગે એ મર્યાદા સ્વીકારી છે. આમ તે જૈન ધર્મ અનેક પ્રમાણોથી બૌદ્ધધર્મ કરતાં અતિ પ્રાચીન સિદ્ધ થાય છે, પણ આ નિરૂપણમાં જૈનધર્મના એ પ્રાચીન રૂપ સાથે નહીં પણ ભગવાન મહાવીરે જૈનધર્મને જે રૂપ આપ્યું તેની સાથે સંબંધ છે. એટલે મહાવીરને જનધર્મ અને બુદ્ધિને બૌદ્ધધમં—એની ચર્ચા અહીં વિવક્ષિત છે, એ ધ્યાનમાં રાખવું જોઈએ.
શ્રમણ પરંપરાનાં સામાન્ય લક્ષણો જૈન અને બૌદ્ધ એ બને ધર્મો, ભારતવર્ષમાં જે બે ધર્મપરંપરાઓ બ્રાહ્મણ અને શ્રમણના નામે પ્રસિદ્ધ છે, તેમાંની શ્રમણ પરંપરા સાથે સંબંધ ધરાવે છે. શ્રમણ પરંપરાની વિશેષતાઓમાં મુખ્ય નીચેની ગણાવી શકાય ?
દુનિયા પ્રત્યે વૈરાગ્ય અર્થાત્ સાંસારિક સંપત્તિને વધારવાનું નહિ પણ તેના ત્યાગનું વલણ એ શ્રમણ પરંપરાનું મુખ્ય લક્ષણ છે. જગતના મૂળ કારણરૂપ કે કર્તારૂપે ઈશ્વર કે બ્રહ્મ જેવી સત્તાને સર્વથા ઈન્કાર શ્રમણોને માન્ય છે. વિશ્વપ્રપંચ કોઈ એક વસ્તુના વિકાર, પરિણામ કે વિવરૂપે છે–આ પ્રકારના અદ્વૈતવાદનો ઈન્કાર કરીને વિશ્વમાં અનેક તત્વોનું અસ્તિત્વ છે, આવી માન્યતા પ્રમાણે ધરાવે છે. આત્મા એક જ છે એવું આભાત નહિ પણ આત્મા કે ચિત્ત ચૈતન્ય અનંત છે એવી તેમની માન્તા છે. વળી, આત્મા અને અનાત્મા–ભૂતો સ્પષ્ટરૂપે વાસ્તવિક અને ભિન્ન છે એવો વિશ્વાસ, વિશ્વસ્વરૂપની વાસ્તવિકતા, જીવની સાંસારિક અવસ્થા, અને શ્રમણ માર્ગ–ત્યાગ, તપસ્યા. ધ્યાન, સમાધિ આદિ-દ્વારા તેના નિવારણની શક્યતામાં વિશ્વાસ, સંસારનું કારણ કર્મ, તે દ્વારા પુનઃ પુનઃ જન્મમરણ અને તેના નિવારણથી મોક્ષ, મોક્ષમાર્ગના ઉપદેશક મનુષ્યો હતા, વેદ અનાદિ-અપૌરુષેય નથી એવી બધી માન્યતાઓ શ્રમણાની છે. અને તેને પરિણામે આનુષંગિક માન્યતાઓ, જેવી કે વર્ણાશ્રમધર્મને અસ્વીકાર. ભિક્ષાચર્યા. અનિયતવાસ, સાધનામાં સ્ત્રી-પુરુષને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org