Book Title: Jain Dharma Chintan
Author(s): Dalsukh Malvania
Publisher: Prakrit Jain Vidya Vikas Fund Ahmedabad

View full book text
Previous | Next

Page 184
________________ ૧૫૫ આત્મદીપ અને આ યુવમંત્ર એ ધ્રુવતારા રૂપ ઉપાસ્ય પાસેથી આપણે પ્રાપ્ત કરીએ છીએ અને એમાંથી જ આપણું ઉદ્ધારને માગે આપણે વળીએ છીએ. આત્મદીપ બનીએ ભગવાનને અંતિમ ઉપદેશ કર્યો તે એક શબ્દમાં કહેવું હોય તો તે પરિગ્રહત્યાગ છે. આપણે આંતર-બાહ્ય પરિગ્રહોના ત્યાગની ભાવના પ્રબળ બનાવીએ અને “આત્મદીપ” બનીએ એ જ આત્માને પામવાને મુખ્ય માર્ગ છે. બાહ્યદીપ ભગવાન છે. એ દીપથી આત્મદીપ સળગાવી આપણે આપણા જીવનને સાર્થક બનાવીએ અને બીજાને માટે બાહ્યદીપ બનીએ. અને એ દીપ પરંપરા સદા જલતી રાખવામાં આપણું જીવનની સાર્થકતા અનુભવીએ તો જ આપણું જીવન અને આપણી સાધના સાર્થક બને. – “જેનપ્રકાશ', તા. ૧–૧૧–૫૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186