Book Title: Jain Dharma Chintan
Author(s): Dalsukh Malvania
Publisher: Prakrit Jain Vidya Vikas Fund Ahmedabad

View full book text
Previous | Next

Page 182
________________ ૧૪ ગામો માં આત્મદીપ બનો ભગવાન મહાવીરને અંતિમ સંદેશ કર્યો એ જાણવું જરૂરી છે. કોઈ ઉત્તરાધ્યયન સૂત્રને તેમને અંતિમ સંદેશ કહે છે; તો કોઈ કહે છે કે, કેટલાક અણપૂળ્યા પ્રશ્નોના ઉત્તર તેમણે અંતિમ કાળમાં આપ્યા છે. એ ગમે તેમ હો, પણ એક વાત નકકી છે કે, તેમણે ગૌતમને જે રીતે ઉપદેશ આપ્યો અને ગૌતમને જે પ્રકારે મોહ નષ્ટ થયો, એ આપણે જાણીએ તો તેમના અંતિમ ઉપદેશનું રહસ્ય મળી રહે છે. મૂછ-મોહને ત્યાગ ભગવાન મહાવીરના સમગ્ર ઉપદેશ સાર “મૂછત્યાગમાં સમાયો છે. અને એ મૂછત્યાગનો આધાર મનુષ્યનો પિતાને પુરુષાર્થ છેતેમાં કોઈની પણ કૃપા કામ કરી શકતી નથી. ગૌતમ ભગવાનના અનન્ય ઉપાસક હતા. અને તેઓ ભગવાનને સર્વસ્વ માનતા. એમ પણ કહી શકાય કે તેમની ભગવાન પ્રત્યેની ભક્તિ સૂકમ મૂછ– મોહમાં પરિણમી હતી. આ સૂક્ષ્મ મેહ જ તેમના કેવળજ્ઞાનમાં બાધક હતો, એ ભગવાન પણ સારી રીતે જાણતા હતા. ભક્તિ અને મોહમાં જે ભેદ છેજે સૂક્ષ્મ ભેદ છે–તેનું રહસ્ય પિતાના જીવનની અંતિમ ક્ષણમાં બતાવવા માટે ભગવાને સ્વયં ગૌતમને પોતાથી અળગા કર્યા. ગૌતમને પોતાને જીવનભર એ દુ:ખ રહ્યું હતું કે, મારા પોતાના શિષ્યો કેવળજ્ઞાનને પામ્યા, છતાં હું કેમ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરતો નથી ? પણ તેમની પોતાની સૂક્ષ્મ મૂછ તેમાં બાધક હતી, તેને ખ્યાલ તેમને ન હતો. આ રેગનું નિદાન ભગવાને કર્યું : પિતાના નિર્વાણ સમયે જ ગૌતમને પોતાથી અળગા કર્યા અને પોતે નિર્વાણને પામ્યા. આ વાતની ખબર જ્યારે તેમને પડી ત્યારે જ ગૌતમે પિતાના જીવનમાં એક અપૂર્વ આંચકે અનુભવ્યો. તેમને લાગ્યું કે ભગવાનની આ કેવી નિમમતા કે રતિમ ક્ષણે જ મને અળગે ! જીવનભર સાથીની રાત્રી ઉપેક્ષા માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186