Book Title: Jain Dharma Chintan
Author(s): Dalsukh Malvania
Publisher: Prakrit Jain Vidya Vikas Fund Ahmedabad

View full book text
Previous | Next

Page 134
________________ ૧૦ ભગવાન મહાવીર શ્રમણ સંસ્કૃતિ અને ઈશ્વર શમણુસંસ્કૃતિની જ એ ખાસ વિશેષતા છે કે તેમાં પ્રાકૃતિક, આધિદૈવિક દે કે નિત્યમુકત ઈશ્વરને કર્તા તરીકેનું સ્થાન આપવામાં આવ્યું નથી; તેમાં તે એક સામાન્ય મનુષ્ય જ પોતાને ચરમ વિકાસ સાધી સાધારણ જનતાને માટે જ નહિ પણ દેવોને માટે પણ પૂજ્ય બની જાય છે. એટલા જ માટે શ્રમણ સંસ્કૃતિમાં ઈન્દ્રાદિ દેવોનું સ્થાન પૂજક તરીકેનું છે, પૂજ્ય તરીકેનું નહિ. ભારતવર્ષમાં રામ અને કૃષ્ણ જેવા મનુષ્યોની પૂજા બ્રાહ્મણ સંસ્કૃતિમાં થવા તે લાગી, પણ બ્રાહ્મણોએ તેમને કેવળ મનુષ્ય, શુદ્ધ મનુષ્ય રહેવા ન દીધા, તેમને સંબંધ મુક્ત ઈશ્વરની સાથે જોડી દીધો. તેમને ઈશ્વરના અવતારરૂપે માનવા લાગ્યા; પણ આથી વિરુદ્ધ શ્રમણસંસ્કૃતિના મહાવીર પૂર્ણ પુરુષ અથવા મનુષ્ય જ રહ્યા. તેમને નિત્ય–બુદ્ધ, નિત્ય મુક્તરૂપ ઈશ્વર માનવામાં ન આવ્યા, કારણ કે શ્રમણસંસ્કૃતિમાં સર્વને કર્તા ઈશ્વર છે, એવા નિત્ય ઈશ્વરને કઈ સ્થાન જ નથી. અવતારવાદને નિષેધ એક સામાન્ય મનુષ્ય જ જ્યારે પોતાના ગુણકર્માનુસાર અવતાર ધારણ કરે છે ત્યારે यदा यदा हि धस्य ग्लानिभवति भारत । अभ्युत्थानमधर्मस्य तदात्मान' सृजाम्यहम् ।। ઈશ્વરના અવતારવાદના આ સિદ્ધાન્તને ત્યાં અવકાશ જ નથી રહેતું. સંસાર કોઈ દિવસ સ્વર્ગ થયું નથી અને થશે પણ નહિ; માટે સંસારમાં તે સદાકાળ ધર્મોદ્ધારકની આવશ્યકતા રહેવાની જ. સુધારકે તેમ જ ક્રાંતિના ઝંડાધારીઓ માટે આ સંસારમાં હંમેશાં અવકાશ રહ્યા કરે જ છે. સમકાલીને તે સુધારક કે ક્રાન્તિકારીને બરાબર ઓળખીને એની એટલી કદર કરી શક્તા નથી જેટલી ભાવિ પ્રજાજને કરી જાણે છે. તે સુધારક કે ક્રાન્તિકારીની છવિતાવસ્થામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186