________________
અનેકાંતવાદ
૧૩૩
જીવનવ્યવહારમાં જે મનુષ્ય એકાંતવાદી કે હઠાગ્રહી થાય તો જીવનવ્યવહાર ચાલે જ નહિ અને જીવવું જ મુશ્કેલ થઈ પડે, એટલે તેને હઠાગ્રહી થવું પાલવે નહિ-એમ અનેક અનુભવોથી આપણે શીખ્યા છીએ. પણ જીવનમાંથી ફલિત થતી એ શીખ તત્ત્વજ્ઞો કે દાર્શનિકે એ તત્ત્વવિચારમાં સર્વાશે સ્વીકારી નથી. કેટલીક વાર એ શીખ વિચારક્ષેત્રમાં પણ જાયે-અજાથે કામ કરતી જ હોય છે, પણ તેમને હઠાગ્રહ તે સ્વીકારવાની ના પાડે છે.
અનેકાંતવાદની સમજૂતી આપવા અંધગજન્યાયનો ઉલ્લેખ શાસ્ત્રોમાં આવે છે. અનેક અંધજનો હાથી કેવો છે તેનું વર્ણન હાથીની સૂંઢ, પૂછડું, પગ, કાન આદિ જુદા જુદા અવયવોને સ્પર્શ કરીને કરે છે, ત્યારે તેમાં જે વિવાદ ઊભો થાય છે, તેવા પ્રકારને વિવાદ તત્ત્વવિચારની ભૂમિકાએ કઈ પણ તત્ત્વ કે વસ્તુના આંશિક દર્શનથી થાય છે, અને એમાંથી એકાંતવાદોનો ઉદ્દભવ થાય છે. પણ જેમ એ બધા અને વિવાદ દ્રષ્ટા શમાવી શકે છે, કે જે હાથીના પૂરા રૂપને જોઈને તેનું વર્ણન તેઓ સમક્ષ કરવા સમર્થ છે, તેમ અનેકાંતવાદ પણ આંશિક દર્શનથી થતા વિવાદને, વસ્તુના પૂર્ણરૂપને સ્વીકારીને, શમાવી શકે છે. આથી અનેકાંતવાદમાં અનેક વિરોધી મન્તવ્યોને સમાવેશ થઈ જતો હોઈ દેખીતો વિરોધ ત્યાં ગળી જાય છે એમ માનવું જોઈએ.
ત્રાજવાની દાંડી એની એ જ છે, પણ ગ્રાહક અને વિક્રેતા તેની દાંડીના ઊંચાનીચાપણામાં જુદે જુદો અર્થ તારવે છે. વસ્તુવાળું ત્રાજવું નીચું જાય તેમાં ગ્રાહકને પિતાનું હિત જણાય છે, જ્યારે વિક્રેતાને નુકસાન. આ બે વિરોધને શમાવવાનો માર્ગ એ છે કે, ત્રાજવું સમધારણ રહે. ત્રાજવાના નીચાપણુમાં દૃષ્ટિભેદને કારણે બે વ્યક્તિઓમાં લાભ–અલાભ વિષે વિવાદ થાય એ સ્વાભાવિક છે; કારણ, તેઓ એકબીજાનું દૃષ્ટિબિંદુ સમજવા પ્રયત્નશીલ નથી; બને પિતાના જ લાભને વિચાર કરે છે, સામાના ગેરલાભને નહિ. પણ જો તેઓ માત્ર પિતાના લાભનો જ નહિ, પણ ઔચિત્ય કે ન્યાયનો વિચાર કરે, તે તરત જ તેમને સ્પષ્ટ થશે કે ત્રાજવું જે સમધારણ રહે તો જ બન્ને પક્ષે ન્યાય થાય છે. આપણા વિચારો વિષે પણ આવું જ બને છે. આપણે કોઈ એક બાબતમાં કેવળ આપણું જ વિચારની સત્યતા સ્વીકારતા હોઈએ તે સામા પક્ષના સત્યને દેખી શક્તા નથી; પણ જે મનને સમન્વયશીલ કે મધ્યસ્થ બનાવીએ તો તરત જ સામાના વિચારમાં રહેલ સત્યનું પણ દર્શન થાય છે. આવા સત્યદર્શનની તાલાવેલીમાંથી જ અનેકાંતવાદ વિકસે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org