Book Title: Jain Dharma Chintan
Author(s): Dalsukh Malvania
Publisher: Prakrit Jain Vidya Vikas Fund Ahmedabad

View full book text
Previous | Next

Page 176
________________ અનેકાંતવાદ ૧૪૭ ત્યારે તેઓ અનેકાંતના એ દોષોને ભૂલી જાય છે. બ્રહ્મને ઉપનિષદમાં સત, અસત જેવા વિરોધી શબ્દો વડે કહેવામાં આવ્યું છે. એટલું જ નહિ. પણ, તેનું પૃથ્વી, પાણી, વાયુ આદિ સાથે પણ એક માનવામાં આવ્યું છે અને ઉપનિષદોનાં એવાં અનેક વિરોધી મંતવ્યોનો સમન્વય એક માત્ર કલ્મમાં સ્વયં શંકરાચાર્યો કરીને વેદાંત દર્શનને સ્થિર કર્યું છે; બ્રહ્મને “ગળ રળીવાનુ મતે મીયાન” (કઠ. ૧–ર–ર૦)–તે બ્રહ્મ અણુથી પણ આણુ અને મહતથી પણ મહત છે; વળી “લરમાં ૨ ચ#ાવ્ય” (શ્વેતાશ્વતર –૮)-તે બ્રહ્મ ક્ષર પણ છે અને અક્ષર પણ છે, વ્યક્તિ પણ છે અને અવ્યક્ત પણ છે; “તગતિ તેજગતિ” –શાવા૪–તે ચંચલ છે અને અચંચલ છે–આવા આવા અનેક વિરોધી ધર્મોવાળું બ્રહ્મ ઉપનિષદોમાં જણાવવામાં આવ્યું છે અને એ બધા વિરોધોનું સમાધાન શંકરાચાર્યે ઉપનિષદોની ટીકામાં આપ્યું છે. તેમાં તેમને તે સમન્વય કરવામાં કઈ દેષ દેખાયો નથી; પણ જેને જ્યારે વસ્તુને તેવા જ વિરોધી ધર્મોવાળી સિદ્ધ કરે છે, ત્યારે તેમને અનેકાંતમાં–સમન્વયવાદમાં અનેક સંશયાદિ દોષ સૂઝે છે – આ તેમની સાંપ્રદાયિક દૃષ્ટિનું જ પરિણામ છે. નિર્વિકલ્પ અને સકવિ૮૫–આપણું રાષ્ટ્રપતિ ડે. રાધાકૃષ્ણનની વિશેષતા એ છે કે તેઓ આધુનિક કાળના એક મોટા સમન્વયદશી પુરુષ છે. તેમનાં લખાણમાં, બીજ દશ નિકેની જેમ, ધર્મ વિષે કે દર્શન વિષે કદાગ્રહ જવલ્લે જ દેખાય છે. આથી તેઓ પૂર્વ અને પશ્ચિમનાં ધર્મો અને દર્શનના મહાન સમન્વેતા તરીકે પ્રખ્યાત થયા છે. તેમને અનેકાંતમાં વિરોધ આદિ દોષ ન જણાય તે સ્વભાવિક છે, પણ તેમના ઉપર પણ અદ્વૈત બ્રહ્મનો પ્રભાવ અજબ પડ્યો છે. આથી તેમણે અનેકાંતવાદ વિષે ટીકા કરતાં કહ્યું છે કે અનેકાંતવાદમાં ત્રુટિ હોય તે તે એક જ છે અને તે એ કે તેમાં absolute ને (પરમતત્ત્વ-બ્રહ્મ જેવા એકાંત તત્ત્વને) સ્થાન નથી. અહીં બહુ જ નમ્રતાપૂર્વક જણાવવાનું કે અનેકાંતમાં absolute-એકાંતને સ્થાન ન હોય તે અનેકાંતવાદનું દૂષણ નથી પણ ભૂષણ છે. અનેક પ્રકારના assoluteો વિરોધ કરવા માટે જ તે અનેકાંતવાદ (non-absolute) નો જન્મ થયો છે. તે પછી તેમાં તેવા એકાંત તત્ત્વને પરમતત્ત્વ રૂપે સ્થાન કેવી રીતે હોઈ શકે ? તેમને મતે તો પરમતત્ત્વ absolute જે કાંઈ હોય તે non-absolute-અનેકાંતાત્મક જ હોઈ શકે. વળી તેવા absoluteને અનેકાંતમાં અવકાશ જ નથી એમ પણ કહી શકાય તેમ છે નહિ; કારણ કે, પહેલાં જણાવી ગયા તેમ, અદ્વૈત વેદાંતસંમત બ્રહ્મની કલ્પનાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186