________________
૧૨૬
જૈનધર્મચિંતન
જ્યારે મહાવીરનું દર્શન અનેકાંતવાદમાં. જોકે એ ભૂલવું ન જોઈએ કે ભગવાન બુદ્ધને સર્વ વસ્તુની ક્ષણિકતા ઉપર ભાર હોવા છતાં તેઓ ચાર્વાકની જેમ સર્વથા વિચ્છેદ માનતા નહીં. અને વેદાંત કે ઉપનિષદોની જેમ સર્વથા કુટસ્થ નિત્યતા પણ એ સ્વીકારતા નહીં. આથી તેમના દર્શનને અશાશ્વતાનુછેદવાદ કહી શકાય. તેથી વિરુદ્ધ ભગવાન મહાવીર નિત્યાનિત્યવાદ અથવા શાશ્વતવિચ્છેદવાદમાં માનતા હતા. આમાં જે ભેદ છે તે વિધિ અને નિષેધ છેભગવાન બુદ્ધ શાશ્વત કે વિચ્છેદની વિધિમાં માનતા નહીં; જ્યારે મહાવીર તેમાં માનતા. આથી આગળ જઈ બંનેનાં દર્શનમાં પણ જુદાઈ ઊભી થઈ. પણ બંનેને સમાનભાવે કમ–પુનર્જન્મની વ્યવસ્થા માન્ય છે. આત્માને બુદ્ધના મતે અશાશ્વતાછિન્ન માનવામાં આવે કે મહાવીરને મતે શાશ્વત-વિછિન માનવામાં આવે, પણ કમ અને તેનું ફળ અને સંસાર અને મોક્ષ અને પુનર્જન્મની વ્યવસ્થા તે બંનેએ માની જ છે. આથી તાત્વિક રીતે સૂક્ષ્મભેદ ભલે હોય. પણ બંનેના આત્મ વિષેની મૌલિક માન્યતામાં ભેદ નથી, એટલે કે આ બંધનબદ્ધ આત્માએ પ્રયત્ન કરીને મુક્ત થવાનું છે અને પુનર્જન્મના ચક્રને કમને નાશ કરી લેવાનું છે--આમાં તે બંનેનું એકમાત્ય છે. " (૬) તપસ્યા–ભગવાન મહાવીર અને બુક બંનેએ આન્તર અને બાહ્ય તપસ્યા પિતાના જીવનમાં આચરી છે એ હકીકત છે, પણ બુદ્ધને છેવટે બાહ્ય તપસ્યાને ઉત્કટ માર્ગ છોડવો પડ્યો છે એ પણ હકીકત છે. આમ કર બન્યું એ વિષે વિશેષ વિચાર કરવો જરૂરી છે. બંનેની જીવનકથાઓને વિચાર કરતાં એક વાત તે સ્પષ્ટ થાય છે કે ભગવાન મહાવીરની બાહ્ય તપસ્યા આંતરિક તપસ્યાના ઉત્કર્ષ માટે હતી. તેઓ લાંબા લાંબા ઉપવાસ કરતા હતા, પણ તેની પાછળ મુખ્ય ઉદ્દેશ ધ્યાન અને સમાધિને હત; એટલે કે ધ્યાન અને સમાધિમાં અનુકૂળતા રહે તે ખાતર તેઓ લાંબા ઉપવાસ પર ઊતરતા અને ધ્યાનમાં પ્રતિકૂળતા અનુભવાતી ત્યારે પારણું કરતા હતા. આ હકીકન તેમની જીવનકથાથી સ્પષ્ટ થાય છે. પારંણ કરવાની ઈચ્છા છતાં ભિક્ષા ન મળે તે કારણે ઉપવાસ અનિવાર્ય થાય એ જુદી વાત છે; આપણે તેમની કથામાં જોઈએ છીએ કે ભિક્ષા લેવા નીકળ્યા છતાં ન મળી તે ઉપવાસ કર્યો. અમુક અભિગ્રહ ધરી ભિક્ષા માગવી એ પણ એક તપસ્યાને જ પ્રકાર છે અને શરીર ઉપરની મમતા ઓછી કરવા માટેની એ સાધના છે. પણ શરીરને આવશ્યક હોય તે આપવું તે વિષે તેમની પોતાની બેદરકારી નથી. માગવા છતાં ન મળે તે તેના અસંતોષ અગર રોષ પણ નહીં, પણ મળે તે નિર્મમ ભાવે સ્વીકારત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org