________________
ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર, જીવનકથાના ત્રણ સ્તરે ૧૨૧
મહાવીરના અંતિમ ભવમાં જે કેટલીક ઘટનાઓ ઘટે છે, તેને કર્મબંધ અને તેના ફળના નિયમને અનુસરીને, ખુલાસો કરવા પ્રયત્ન કર્યો છે : આમાં મુખ્ય ઉદ્દેશ ભગવાન મહાવીરના મૌલિક સિદ્ધાંત કમનિયમની સમજ, ભગવાન મહાવીરને ચરિત દ્વારા, આપવાને છે. કર્મનો નિયમ એ સકલ છવને ઈશ્વરની અધીનતામાંથી છોડાવી સ્વાધીન કરે છે. ભગવાન મહાવીરના આ મૌલિક સિદ્ધાંતની આસપાસ તેમની જીવનકથાનું નવીન ઘડતર લેખકોએ કર્યું છે.
અને હર સંપ્રદાય સુરિથર થયો હોઈ તેના નેતા એ સામાન્ય માનવી નહીં, પણ વિશિષ્ટ હતા તે બતાવવા માટે ટાણે--કટાણે જીવનકથામાં દેવોને ભગવાનના સેવકો અને પૂજક તરીકે ચીતર્યા છે. આને ઉદ્દેશ પણ એ જ છે કે ભગવાન મહાવીરનો તૃષ્ણત્યાગનો જે મૂળ આધ્યાત્મિક સંદેશ હતો, તે પ્રત્યે લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવું અને બતાવી આપવું કે જે દેવોને માનવો બાહ્ય સંપત્તિ અર્થે પૂજે છે. તે તે આ ભગવાન મહાવીર, જે આમિકની સંપત્તિનું વિતરણ કરે છે, તેમના દાસ છે; તો બાહ્ય અને આત્મિક એ બંને પ્રકારની સંપત્તિઓમાં આત્મિક સંપત્તિ જ ચડિયાતી ઠરે છે. એથી પૂજવા હોય તે તીર્થકરને જ પૂજવા, જેની પૂજા આ લેકમાં પૂજાતા દેવ પણ કરે છે.
ભગવાન બુદ્ધની જીવનકથા આ બીજા સ્તરમાં જાતકપ્રધાન બની ગઈ છે. એટલે કે તે કાળમાં લોકજીવનમાં સત્યનો મહિમા દર્શાવતી જે કાંઈ કથાઓ પ્રચલિત હતી તે સૌને યથાયોગ્ય વિનિયોગ કરીને ભગવાન બુદ્ધના પૂર્વભવ સાથે–બોધિસત્ત્વના જીવન સાથે-સાંકળી લેવામાં આવી છે. ભગવાન બુદ્ધે બુદ્ધ બનતાં પહેલાં દાન, કરુણું, મૈત્રી, ક્ષમા, સહનશીલતા, પ્રજ્ઞા આદિ ગુણોને ક્રમે કરી કેવી રીતે વિકસાવ્યા અને અંતે બુદ્ધ કેવી રીતે થયા એ બતાવી આપવાને એ જીવનકથાનો ઉદ્દેશ છે. ભગવાન મહાવીરની કથાની જેમ આમાં પણ દેવનું આગમન, એ જ ઉદ્દેશોને સ્વીકારી વર્ણવવામાં આવ્યું છે.
બીજી રીતે વિચારીએ તે, ભગવાન મહાવીર અને બુદ્ધની આ બીજા સ્તરની જીવનકથા એકબીજાની પૂર્તિરૂપ બની ગઈ છે. કમનો નિયમ અચળ છે, એ બંનેમાં નિર્દિષ્ટ હોવા છતાં મહાવીરકથામાં તે નિયમને ઉઠાવ આપવામાં આવ્યો છે અને આત્મવિકાસના ક્રમમાં જે જે આવશ્યક ગુણો હોય તેને વિકાસ કેવી રીતે કરવો તેને ઉઠાવ બુદ્ધકથામાં છે. બંનેમાં એ સામાન્ય તત્ત્વ તો છે જ કે કમે કરી વિકસિત થઈને જ આત્મા તીર્થંકર યા બુદ્ધ બને છે, તે અનાદિ કાળથી સ્વયંસિદ્ધ નથી હોતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org