________________
જૈન સંસ્કૃતિને સંદેશ
૩૩
એવું નથી. એણે જોયું કે અત્યાર લગીમાં જે કંઈ થયું છે તે તો પોતાની જાતને ઈને જ થયું છે. માનવી શાસ્ત્રોનો ગુલામ શી રીતે બની શકે ? એ તે નવાં શાસ્ત્રોની રચના કરશે. એણે વિચાર્યું, હું આ જે કંઈ કરી રહ્યો છું ધન ભેગું કરું છું, કુટુંબ વધારું છું, સામ્રાજ્યને વિસ્તાર કરું છું-- બધું તો ઠીક જ છે; પરંતુ છેવટે આ બધું શા માટે ? કોને માટે ? હું કેણ છું ? મેં આખી બાહ્ય દુનિયા તો જોઈ, પણ મેં મારી પિતાની જાતને તો જોઈ જ નહી ! શું મારી જાતની પણ ભાળ મળી શકે છે?
આ વિચારથી પ્રેરાઈને કેટલાક લેકે, શાંતિને માટે, જંગલમાં જઈને વસવા લાગ્યા, અને પોતાની જાતની શોધ કરવા લાગ્યા. એના પરિણામરૂપે આપણે ભારતમાં આધ્યાત્મિક દર્શનની અધિકતા જોઈએ છીએ. આ અધ્યાત્મવાદીઓનાં પણ જુદાં જુદાં શાસ્ત્રો અને ક્રિયાકલાપ છે. આ અધ્યાત્મવાદીઓની જ પરંપરામાં એક એ સમાજ છે કે જે પોતાની હસ્તીને આજ લગી ટકાવી રહ્યો છે અને જેને આજે આપણે “જૈન સમાજ” કહીએ છીએ. ભગવાન
ભદેવથી લઈને વર્ધમાન મહાવીર સુધીમાં, જનોની પરંપરાગત માન્યતા અનુસાર, વીસ મહાપુરુષો થયા, જેમને તેઓ તીર્થકર કહે છે. એમનું કહેવું છે કે, તવજ્ઞાનની દૃષ્ટિએ, એ બધાએ એકસરખો જ ઉપદેશ આપ્યો છે. સમય અનુસાર આચારનું બદલાવું અનિવાર્ય હોવા છતાં તત્ત્વજ્ઞાનની બાબતમાં બધાનો એક જ મત રહે છે. સંભવ છે કે આ વાત ઐતિહાસિકોના ગળે ન ઊતરે, પણ આની સત્યાસત્યતા પારખવાનું આપણી પાસે કોઈ સાધન નથી. જૈન વિદ્વાન આ તીર્થકરેની હયાતીને જે સમય બતાવે છે એનું પરીક્ષણ કરવાનું પણ આપણી પાસે કોઈ સાધન નથી. આમ છતાં ઋષભદેવ અને નેમિનાથ, આ બે ઈતિહાસકાળ પહેલાંના મહાપુરુષોના અસ્તિત્વમાં શંકાને કોઈ સ્થાન નથી—એમના નિશ્ચિત સમયની બાબતમાં ભલે ને સંદેહ હોય. ભગવાન પાર્શ્વનાથ અને ભગવાન મહાવીરના સંબંધમાં તો હવે એતિહાસિક લકે પણ નિઃસંદેહ બની ગયા છે. પણ જૈન તત્ત્વજ્ઞાન અને આચારના ઉપદેશે રૂપે આજે આપણું સામે જે કંઈ ગ્રંથસ્થ થયેલી સામગ્રી મેજૂદ છે, એ તો ભગવાન મહાવીરના ઉપદેશનું જ ફળ છે. ભગવાન મહાવીરે પાર્શ્વ પરંપરામાંથી ઘણું શીખ્યું અને સમળ્યું હશે, અને પિતાના ઉપદેશની ધારા એ પરંપરાને અનુરૂપ વહેવડાવી હશે. તેથી, આપણે એટલું તો કહી શકીએ છીએ કે, જો કે પાર્શ્વનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org