________________
૧૨
જૈનધર્મચિંતન
ગ્રન્થમાં જ મળે છે. અને એવા સિદ્ધાન્તના વિવિધ ઉલ્લેખને આધારે ભગવાન મહાવીર પહેલાંના તીર્થંકર પાર્શ્વનાથના ઉપદેશનું અસ્તિત્વ પણ ડો. યાકેબીએ સિદ્ધ કર્યું જ છે. બૌદ્ધ ગ્રન્થમાં ભગવાન મહાવીરના ઉપદેશમાં ચાતુર્યામને સ્થાન હતું એમ જણાવવામાં આવ્યું છે, પણ ખરી રીતે જૈન શાસ્ત્રો પ્રમાણે તે, ભગવાન મહાવીરના પાંચ પામે છે, જ્યારે ભગવાન પાર્શ્વનાથના, જૈન શાસ્ત્રો પ્રમાણે, ચાર યામો હતા. તેમાં જ સુધારો કરીને ભગવાન મહાવીરે પાંચ યમોને ઉપદેશ આપે. બૌદ્ધોની આ નાની સરખી ભૂલે ભગવાન પાર્શ્વનાથના અસ્તિત્વને એક પુરાવો પૂરો પાડ્યો છે, અને સ્વયં બુદ્ધના વખતમાં સર્વત્ર તેમને નિર્ચન્થોનો સામનો કરવો પડ્યો છે; એ સિદ્ધ કરે છે કે બુદ્ધથી પણ પહેલાં નિર્ચન્ય ધર્મને પ્રચાર પૂર્વ દેશમાં થઈ ગયો હતો. એ કહેવાની જરૂર નથી કે બુદ્ધના સમયમાં જૈનધર્મનું નામ નિગ્રંથધર્મ હતું. આ પ્રમાણે ભગવાન પાર્શ્વનાથ અને મહાવીર વિષે તો ઈતિહાસની પૂરી સાક્ષી છે. તેમાં ભગવાન મહાવીરનો સમય, તેઓ બુદ્ધસમકાલીન હેઈ, ઈ. પૂ. પાંચમી-છઠ્ઠી શતાબ્દી નિશ્ચિત છે. જૈન પરંપરા પ્રમાણે ભગવાન મહાવીર પહેલાં ૨૫૦ વર્ષે પાર્શ્વનાથનું નિર્વાણ થયું. એટલે કે ઈ. પૂર્વ ૮૦૦ માં ભગવાન પાર્શ્વનાથ સમય મૂકી શકાય. આ બંને તીર્થંકર પહેલાંના તીર્થકરોમાંથી ભગવાન ઋષભદેવ અને અરિષ્ટનેમિ વિષે પહેલાં કહેવાઈ ગયું છે.
આટલી ચર્ચા ઉપરથી આપણે એટલું તે નિશ્ચિતરૂપે કહી શકીએ કે ઈ. પૂ. ૮૦૦ વર્ષ પહેલાં તે જૈનધર્મે પિતાનું એક જુદું રૂપ નક્કી કરી લીધું હતું; અને તે શ્રમણ સંપ્રદાયમાં એક પ્રતિષ્ઠિત સંપ્રદાય હતો. તે પહેલાં અરિષ્ટનેમિ કે તેથી પણ પહેલાં ઋષભદેવના સમયમાં જૈનધર્મનું શું સ્વરૂપ હતું એ જાણવાને આપણી પાસે જેન શાસ્ત્ર સિવાય બીજું કશું જ સાધન નથી. અને જૈન શાસ્ત્રો તે ભગનાન મહાવીરના ધર્મ કે શાસનને જ મહત્વ આપતાં હોઈ શેષ તીથ કેરોએ પણ એવો જ ઉપદેશ આપ્યો હતો તેવી સામાન્ય વાત કહે છે. એને આધારે સુસંવાદી ઈતિહાસ રચી શકાય એમ નથી. એટલે અત્યારે એટલાથી જ સંતોષ માનવો રહ્યો.
(૩) તવજ્ઞાન જૈનધર્મના ઈતિહાસની આટલી ચર્ચા પછી હવે આપણે જોઈએ કે જેનધર્મનું સ્વરૂપ શું છે? અને તેની વિશેષતા શી છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org