Book Title: Jain Darshan Mimansa
Author(s): Anandghan
Publisher: Z_Jain_Darshan_Mimansa_ane_Anya_Lekho_005246_HR.pdf

View full book text
Previous | Next

Page 6
________________ [૬] જૈન દર્શન મીમાંસા - દરેક મનુષ્યને ધર્મની જરૂર છે, એ આ ઉપરથી સ્વત: સિદ્ધ છે. તે ધર્મને શબ્દાર્થ શું છે, ફલિતાર્થ શું છે, ધર્મથી આત્માની ઉત્ક્રાંતિને કેવી અસર થાય છે, ધર્મને નામે ધર્માભાસો પ્રચલિત હોવાથી શુદ્ધ ધર્મનાં તની ઓળખાણ કરતાં પ્રાણુઓને કેવી ગુંચવણ આવી પડે છે, શુદ્ધ ધર્મનું બાહ્ય અને આંતરરૂપ કેવું હોય છે, તે સ્વરૂપના જ્ઞાનથી આભા પિતાને કેવી સુંદર રીતે ઓળખી શકે છે અને ત્યારપછી તદનુકૂળ આચરણ કરવાથી કેવી રીતે સહજમાં ભવભ્રમણ ટળી જાય છે-વગેરે હકીકત હવે પછી આપની રામક્ષ રજૂ થશે. યોગશાસ્ત્રકાર શ્રીમદ્ હેમચંદ્રસૂરિજી કહે છે કે : दुर्गतिं च प्रपत्प्राणिधारणाद्धर्म उच्यते । દુર્ગતિમાં પડતા પ્રાણીઓને ધારણ કરી રાખે (ઉચ્ચ ગતિમાં લઈ જવા પ્રયત્ન કરે) તે ધર્મ કહેવાય છે. દુનિયામાં પ્રચલિત થયેલા પાંચ દર્શને એમ જ કહે છે કે એમએ સ્વીકારેલાં તો, સિદ્ધાંત અને ક્રિયાકાંડેને અમે ધર્મ કહીએ છીએ. અમે જે જે ફરમાનેનું પાલન કરીએ છીએ તે તે શુદ્ધ ધર્મથી ઉભવેલાં છે અને અમારી માન્યતા પ્રમાણે તે તો અને ક્રિયાકાંડ અમારા આત્માની મુક્તિને માટે થશે, જ્યારે છઠું જૈન દર્શન પણ તેમ જ કહે છે પાંચ દર્શનનાં નામ આ પ્રમાણે છે– (૧) બૌદ્ધ (૨) સાંખ્ય, (૩) વૈયાયિક, (૪) મીમાંસક, (૫) ચાર્વાક. આ પાંચ દર્શનેની સરખામણી જૈન દર્શન સાથે કરવાને મુખ્ય ઉદ્દેશ આ લેખનો નથી પરંતુ મુખ્યત્વે કરીને જૈનદર્શનનાં તો સંક્ષિપ્ત રીતે દર્શાવવાનો હેતુ છે. તે પણ આ પ્રસંગે એટલું કહેવું જરૂરનું છે કે પૂર્વોકત નામથી પ્રચલિત દર્શને એ જિનેશ્વર પ્રભુ રૂ૫ પુરુષનાં અંગે છે અથવા જિનેશ્વરરૂપ હરતીને પગ, સુંઢાદિ અવયવો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 91